દક્ષિણ ફિલિપાઈન્સમાં મિંડાનાઓમાં શનિવારે મોડી રાત્રે ઓછામાં ઓછા 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે કેટલાક વિસ્તારો અને દક્ષિણ-પશ્ચિમ જાપાનીઝ દરિયાકાંઠે એક મીટર (3 ફૂટ) કે તેથી વધુના સુનામી મોજાની ચેતવણીને કારણે સ્થળાંતરનો આદેશ આપવામાં આવ્યો હતો. ફિલિપાઈન સિસ્મોલોજી એજન્સી ફિવોલ્ક્સે જણાવ્યું હતું કે તરંગો મધ્યરાત્રિ (1600 GMT) સુધીમાં ફિલિપાઈન્સમાં અથડાશે અને કલાકો સુધી ચાલુ રહેશે.
આ અંગે યુ.એસ. સુનામી ચેતવણી પ્રણાલીએ જણાવ્યું હતું કે ફિલિપાઈનના કેટલાક દરિયાકિનારા પર ભરતીના સ્તરથી 3 મીટર સુધીના તરંગો હોઈ શકે છે. આ સમયગાળા દરમિયાન પહેલાથી જ દરિયામાં રહેલી બોટોએ આગળની સલાહ ન મળે ત્યાં સુધી ઊંડા પાણીમાં દરિયા કિનારે રહેવું જોઈએ. વધુમાં આ અંગે ફીવોલ્ક્સે સુરીગાઓ ડેલ સુર અને દાવોઓ ઓરિએન્ટલ પ્રાંતોના દરિયાકિનારાની નજીક રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવા અથવા ત્યાંથી વધુ દૂર જવા કહ્યું હતું.
જાપાની બ્રોડકાસ્ટર એનએચકેએ જણાવ્યું હતું કે એક મીટર સુધીના સુનામીના મોજા લગભગ 30 મિનિટ પછી જાપાનના દક્ષિણપશ્ચિમ કિનારે પહોંચવાની ધારણા છે. ફિવોલ્ક્સે જણાવ્યું હતું કે તેને કંપનથી જ નોંધપાત્ર નુકસાનની અપેક્ષા હતી, પરંતુ આફ્ટરશોક્સની ચેતવણી આપી હતી.