મેલબોર્ન ટેસ્ટ મેચની સુરક્ષામાં મોટી ચૂક! કોહલીને મળવા મેદાન પર પહોંચ્યો વ્યક્તિ, જૂઓ વીડિયો
- સ્ટેડિયમમાં મેચ જોવા આવેલો વ્યક્તિ સ્ટેન્ડ પરથી કૂદીને સીધો મેદાનની અંદર ચાલ્યો ગયો
ઓસ્ટ્રેલિયા, 27 ડિસેમબર: મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચના બીજા દિવસના પ્રથમ સત્ર દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. સ્ટેડિયમમાં મેચ જોવા આવેલો એક વ્યક્તિ સ્ટેન્ડ પરથી કૂદીને સીધો મેદાનની અંદર ચાલ્યો ગયો, જેમાં તે પહેલા સીધો ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસે ગયો અને પછી વિરાટ કોહલી પાસે ગયો, તેણે કોહલીના ખભા પર હાથ પણ મૂકી દીધો અને તેની સાથે ફોટો પડાવ્યો. આ પછી સુરક્ષાકર્મીઓ મેદાનમાં ઘૂસી ગયા અને ત્યાંથી વ્યક્તિને પકડીને બહાર લઈ ગયા. જો કે આ ઘટના બાદ MCGમાં ખેલાડીઓની સુરક્ષાને લઈને એક મોટો પ્રશ્ન ચોક્કસપણે ઉભો થયો છે.
જૂઓ વીડિયો
Pitch invader huggs Kohli 😭 pic.twitter.com/RAz81zkfWc
— `rR (@ryandesa_7) December 27, 2024
આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 97મી ઓવરમાં બની
બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં, ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં રમતના બીજા દિવસે, તેમની પ્રથમ ઇનિંગની 97મી ઓવરમાં, એક વ્યક્તિ અચાનક સ્ટેન્ડ પરથી કૂદી ગયો અને સીધો મેદાન પર સુરક્ષાકર્મીઓને ચકમો આપીને દોડી આવ્યો અને આ સમયે ફિલ્ડિંગ કરી રહેલા ભારતીય ખેલાડીઓએ પહોંચી ગયો. જેમાં તેણે પહેલા સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહેલા રોહિત શર્મા પાસે જવાનો પ્રયાસ કર્યો પરંતુ બાદમાં તે વ્યક્તિ સીધો વિરાટ કોહલી પાસે ચાલ્યો ગયો. આ વ્યક્તિને જોઈને દરેક વ્યક્તિ અનુમાન લગાવી રહી છે કે, આ એ જ વ્યક્તિ છે જેણે વર્ષ 2023માં ભારતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત ODI વર્લ્ડ કપની મેચ દરમિયાન મેદાન પર કોહલી પાસે ગયો હતો, જેમાં તેના ટી-શર્ટ પર લખેલો મેસેજ પણ લગભગ આવો જ હતો.
Looks like the same pitch invader today at the MCG and Narendra Modi Stadium in 2023 at the World Cup Final. #AUSvIND #MCG pic.twitter.com/6fqr6C1Tuj
— Robert Cianflone (@Sportsnapper71) December 27, 2024
સ્મિથની સદીથી ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં પહોંચ્યું
ઓસ્ટ્રેલિયન ટીમે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં તેની પ્રથમ ઇનિંગમાં 474 રન બનાવ્યા હતા, જેમાં તેની ટેસ્ટ કારકિર્દીની 34મી સદી ફટકારનાર સ્ટીવ સ્મિથના બેટમાંથી 140 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. સ્મિથ હવે ભારત વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે, જેમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ આ તેની 11મી ટેસ્ટ સદી પણ હતી. ટીમ ઈન્ડિયા માટે પ્રથમ દાવમાં બુમરાહનો જાદુ બોલ સાથે જોવા મળ્યો, જે 4 વિકેટ લેવામાં સફળ રહ્યો.
આ પણ જૂઓ: આઉટ કરવો છે યાર તેને, આઉટ કોણ કરશે, હું? જાડેજાને રોહિતની ઓન ધ સ્પોટ સલાહ, જૂઓ વીડિયો