મનોરંજન

BIG BOSS 16 : પૂર્વ મિસ ઈન્ડિયા હોવા છતાં નથી મળી રહ્યું કામ,જણાવી સમગ્ર સ્ટ્રગલિંગ સ્ટોરી

Text To Speech

BIG BOSS : સૌથી મોટો રિયાલિટી શો બીગ બોસની શરૂવાત થઇ ગયી છે.સલમાન ખાન આ શોને હોસ્ટ કરતા જોવા મળ્યા અને સાથે-સાથે સ્પર્ધકોનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું. આ શોમાં માન્યા સિંહે પણ બિગ-બોસના ઘરમાં એન્ટ્રી કરી છે. તેમણે જણાવ્યું કે જો કોઈ પણ કામ ઈમાનદારી અને મહેનતથી કરવામાં આવે તો તે ચોક્કસપણે પૂર્ણ થાય છે.

તેના જીવનમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.અને લોકો વિચારે છે કે મિસ ઈન્ડિયા રનર અપ બન્યા બાદ પણ તેને કોઈ કામ મળ્યું નથી.અને તેના પિતા ઓટો રિક્ષા ચલાવે છે. 2 વર્ષના લાંબા અંતર પછી તેને એક કોમર્શિયલ પ્લેટફોર્મ મળ્યું છે. તેની માતા હજુ પણ લોકલ ટ્રેનમાં જ મુસાફરી કરે છે.

માન્યા સિંહ- humdekhengenews

સ્ટોરી સાભળીને સલમાન ખાન થયા પ્રભાવિત

માન્યા સિંહે પણ પોતાની સ્ટોરી સંભળાવતી વખતે ઈમોશનલ થઈ ગઈ હતી. અને માન્યાની સ્ટ્રગલિંગ સ્ટોરી સાંભળીને સલમાન પણ તેનાથી ઘણો પ્રભાવિત દેખાયો હતો. સલમાને કહ્યું કે આ શો પછી તેને બધું જ મળશે.

માન્યા સિંહ હવે જીવનમાં આગળ વધવા માંગે છે

તે ઓડિશન આપતી પણ તેણે ક્યારેય હાર માની નહીં. તે જીવનમાં આગળ વધવા માંગે છે. માન્યા સિંહેએ કહ્યું કે હવે તે આ શોમાં છે તે પૈસા કમાવા માંગે છે.

માન્યા સિંહ- humdekhengenews

માન્યા સિંહ ઉતર-પ્રદેશ નો વતની

માન્યા સિંહેએ એક ઓટો ડ્રાઈવરની દીકરી છે. અને ઉત્તર પ્રદેશની વતની છે. માન્યતા સિંહ વાસ્તવિક જીવનમાં કેવી છે, તે બિગ-બોસમાં દુનિયાને જોવા મળશે. મુશ્કેલીઓમાંથી બહાર આવીને ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ શું માન્યા હવે બિગ બોસના ઘરમાં રાજ કરી શકશે, તે જોવાની લોકોમાં આતુરતા છે. માન્યતાની એન્ટ્રીથી એ ચોક્કસ છે કે શોમાં પોતાની મજબૂત વ્યક્તિત્વ બતાવવાની સાથે માન્યતા બિગ બોસમાં ગ્લેમર પણ ઉમેરશે.

Back to top button