IPL-2024ટોપ ન્યૂઝટ્રાવેલનેશનલસ્પોર્ટસ

મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, IPL 2024માંથી બહાર થઈ શકે છે કેપ્ટન હાર્દિક પંડ્યા

Text To Speech
  • હાર્દિક પંડ્યા ઈજાના કારણે IPL 2024માંથી બહાર રહી શકે છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણીમાં પણ તેના રમવાની કોઈ શક્યતા નથી.

મુંબઈ, 23 ડિસેમ્બર: મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. હાર્દિકે ગુજરાત ટાઇટન્સ છોડ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માનું સ્થાન લીધું છે. હાર્દિકને કેપ્ટન બનાવવાનો નિર્ણય ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે આ સ્ટાર ઓલરાઉન્ડર ઈજાના કારણે ક્રિકેટિંગ એક્શનથી દૂર છે. હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડિંગ વિન્ડો દ્વારા પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હાર્દિકે છેલ્લી બે IPL સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT)ની કેપ્ટનશીપ કરી હતી.

હવે હાર્દિક પંડ્યાને લઈને એવા સમાચાર પ્રકાસમાં આવ્યા છે કે જેનાથી MI મેનેજમેન્ટનું ટેન્શન વધી ગયું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર ઈજાના કારણે હાર્દિક આઈપીએલ 2024થી બહાર રહી શકે છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણીમાં પણ તેના રમવાની કોઈ શક્યતા નથી. બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું, ‘હાર્દિકની ફિટનેસ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. જેથી તે IPL 2024માં પણ રમશે કે નહીં તે પણ શંકાસ્પદ છે’.

અફઘાનિસ્તાન સામે રોહિત સુકાની કરશે?

હાર્દિક પંડ્યા ઈજાના કારણે હજી તે મેદાને આવ્યો નથી, ત્યારે સૂર્યકુમાર યાદવ પહેલેથી જ ઈજાગ્રસ્ત છે અને તેની અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણીમાંથી બહાર થવાની સંભાવના છે. હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની કપ્તાની સંભાળી હતી. પરંતુ હવે આ બંને ખેલાડીઓની ઈજાના કારણે રોહિત શર્મા અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમનું નેતૃત્વ કરી શકે છે.

વર્લ્ડ કપ 2023માં હાર્દિકને પગમાં ઈજા થઈ હતી

હાર્દિક પંડ્યાને વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન ઈજા થઇ હતી. આ ઈજાના કારણે તે સમગ્ર વર્લ્ડકપથી બહાર થઇ ગયો હતો. હાર્દિક આ ઈજાના કારણે જ પહેલા ઓસ્ટ્રેલિયા અને તે પછી સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઇ ગયો હતો. તે હજુ સુધી આ ઈજાહતી સંપૂર્ણપણે રિકવર કરી શક્યો નથી.

આ પણ વાંચો: નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત, મોહમ્મદ શમી સહિત 26ને અર્જુન એવોર્ડ કરાશે એનાયત

Back to top button