પૂનમ પાંડેના કારણે માર્કેટિંગ એજન્સીને મોટો ફટકો, ફાર્મા કંપનીએ તોડ્યા કરાર
- તાજેતરમાં પૂનમ પાંડેએ પોતાના જ મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા
- અભિનેત્રીના ફેક સમાચારને કારણે શબાંગ માર્કેટિંગ એજન્સીને થયું નુકસાન
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: ગયા અઠવાડિયે, પૂનમ પાંડેએ તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવીને એક નવો વિવાદ ઊભો કર્યો હતો. જોકે, પાછળથી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેને સર્વાઇકલ કેન્સર માટે પીઆર સ્ટંટ ગણાવી માફી માંગી હતી. પરંતુ આ બાબતને લઈને પૂનમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ PR પોલિસીમાં પૂનમ પાંડેને ટેકો આપનાર માર્કેટિંગ એજન્સીને પણ મોટો ફટકો પડ્યો છે.
પૂનમ પાંડેના કારણે શબાંગ એજન્સીને થયું મોટું નુકસાન
અભિનેત્રીની મેનેજમેન્ટ ટીમ અને મીડિયા આઉટલેટ Hotterfly સાથે, ડિજિટલ માર્કેટિંગ એજન્સી શબાંગે પણ પૂનમ પાંડેના નકલી મૃત્યુના વિવાદાસ્પદ પબ્લિસિટી સ્ટંટમાં સામેલ હતી. તેણીએ સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે આ PR સ્ટંટ કર્યો હતો.
અભિનેત્રીના નિવેદન બાદ શબાંગ એજન્સીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો અને સોશિયલ મીડિયા પર માફી માંગી હતી. ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર, હવે પ્રખ્યાત અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની મર્કની ભારતીય પેટાકંપની MSDએ શબાંગ સાથેના કરારને પૂરા કરી દીધા છે.
MSD દ્વારા કહેવામાં આવ્યું કે, ‘મોડેલના આ કૃત્ય સાથે અમારે કોઈ લેવા દેવા નથી. હિતોના સંઘર્ષને કારણે, અમે શબાંગ સાથેનો અમારો સેવા કરાર સંપૂર્ણ પણે પૂરો કર્યો છે’. આ રીતે પૂનમ પાંડેના કારણે શબાંગ એજન્સીને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
પૂનમે 24 કલાક સસ્પેન્સ સર્જ્યું હતું
2 ફેબ્રુઆરીના રોજ, પૂનમ પાંડેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરની એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે તેણીનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે થયું હતું. પરંતુ 24 કલાક પછી, પૂનમે લેટેસ્ટ વિડિયો શેર કર્યો અને માહિતી આપી કે તે હજી જીવે છે અને તેને સર્વાઇકલ કેન્સર સામે જાગૃતિ ફેલાવવા માટેનો PR સ્ટંટ ગણાવ્યો હતો. તેના મૃત્યુના ફેક સમાચારથી અભિનેત્રી ખુબજ બદનામ પણ થઈ છે.
આ પણ વાંચો: કપિલ શર્મા છેતરપિંડીનો શિકાર, કાર ડિઝાઇનર દિલીપ છાબરિયા પર આરોપ, EDને ફરિયાદ