નેશનલ

મનીષ સિસોદિયાને મોટો ફટકો, એક્સાઇઝ પોલિસી કેસમાં 12 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડી લંબાવવામાં આવી

Text To Speech
  • મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 12 મે સુધી લંબાવી
  • એક્સાઈઝ પોલિસી કેસમાં ચાલી રહી છે કાર્યવાહી
  • ગુરુવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા

સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહેલી એક્સાઈઝ પોલિસી કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે AAP નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 12 મે સુધી લંબાવી છે. દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને CBI દ્વારા તપાસ કરવામાં આવી રહેલા એક્સાઇઝ કેસમાં તેમની ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થવા પર ગુરુવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ગઈકાલે એટલે કે બુધવારે, કોર્ટે ED દ્વારા તપાસ કરવામાં આવી રહેલી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાના જામીન પરના નિર્ણયને ટાળી દીધો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર નિર્ણય 28 એપ્રિલ સુધી ટાળી દીધો છે. આ પહેલા 18 એપ્રિલ (મંગળવાર)ના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલ 26 એપ્રિલે ચુકાદો સંભળાવાના હતા, પરંતુ સુનાવણી દરમિયાન કોર્ટે ચુકાદો ટાળી દીધો હતો.

આ પણ વાંચો : આવતીકાલે આવશે જિયા ખાન કેસનો અંતિમ ચુકાદો, 10 વર્ષ પછી અભિનેત્રીને મળશે ન્યાય!

Back to top button