ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંજાબમાં ઈન્ડી ગઠબંધનને મોટો ફટકો, AAP એકલા હાથે લડશે ચૂંટણી: સુત્ર

Text To Speech
  • પંજાબમાં ઈન્ડી ગઠબંધનને મોટો ફટકો પડી શકે, આમ આદમી પાર્ટી પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે

પંજાબ, 24 જાન્યુઆરી: ​​પશ્ચિમ બંગાળ બાદ હવે પંજાબમાં પણ ઈન્ડી ગઠબંધનને મોટો ફટકો પડી શકે છે. સૂત્રો દ્વારા માહિતી પ્રકાશમાં આવી છે કે આમ આદમી પાર્ટી પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાનું વિચારી રહી છે. AAPએ પંજાબની તમામ 13 લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે.

શું છે સમગ્ર મામલો?

સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલે પંજાબમાં લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાના પ્રસ્તાવને મંજૂરી પણ આપી દીધી છે. પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન જાહેર મંચ પર અનેક વાર એકલા હાથે ચૂંટણી લડવાનું કહી ચૂકયા છે. તેમ છતાં થોડા જ દિવસોમાં સીએમ માન ઔપચારિક જાહેરાત કરી શકે છે.

ગઠબંધનને પશ્ચિમ બંગાળમાં પણ ઝટકો

પંજાબ પહેલા પશ્વિમ બંગાળના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીએ પણ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી પશ્ચિમ બંગાળની તમામ સીટો પર એકલા હાથે લોકસભાની ચૂંટણી લડશે. મમતા બેનર્જીનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનું કોંગ્રેસ સાથે ગઠબંધન નથી.

આ પણ વાંચો: TMCએ રાહુલ ગાંધીની મુલાકાતને બાજુ પર રાખી, કહ્યું કોંગ્રેસે પહેલા સીટ વહેંચણી અંગે વાત કરવી જોઈએ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલા લડીશું. દેશમાં શું થશે તેની મને ચિંતા નથી, અમારી પાર્ટી સેક્યુલર પાર્ટી છે અને બંગાળમાં અમે એકલા હાથે ભાજપને હરાવીશું. મમતાએ કહ્યું કે હું ઈન્ડી ગઠબંધનની ભાગીદાર છું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અમારા રાજ્યમાંથી પસાર થઈ રહી છે પરંતુ અમને તેની જાણ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: મમતાજી વગર INDI ગઠબંધનની કલ્પના કરવી પણ મુશ્કેલ: કોંગ્રેસ

Back to top button