ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો ફટકો: વિનેશ ફોગાટ ફાઇનલમાં ડિસ્ક્વોલિફાઈ

Text To Speech

પેરિસ, 7 ઓગસ્ટ: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને મોટો આંચકો લાગ્યો છે જેમાં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઈવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં સ્થાન મેળવનાર મહિલા રેસલર એથ્લેટ વિનેશ ફોગાટને વધુ વજન હોવાના કારણે ફાઈનલ મેચમાંથી ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવી છે. વિનેશ ફોગાટ આજે બપોરે 12:45 વાગ્યે USએ રેસલર સામે તેની ગોલ્ડ મેડલ મેચ રમવાની હતી પરંતુ હવે તે આ આખી મેચમાંથી બહાર થઈ ગઈ છે જેમાં તેને સિલ્વર મેડલ પણ નહીં મળે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી આ ઘટનાક્રમને પીડાદાયક ગણાવ્યો 

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા જારી કરાયું નિવેદન

વિનેશ ફોગાટના બહાર નીકળ્યા બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં તેઓએ કહ્યું છે કે, આ ખૂબ જ નિરાશાજનક છે કે ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ, જે 50 કિલો ફ્રી સ્ટાઈલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેચ રમવાની હતી તેને વજન વધારે હોવાને કારણે મેચ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી છે. ટીમે આખી રાત તેનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો પરંતુ આજે સવારે તેનું વજન 50 કિલોથી થોડું વધારે થયું. ભારતીય ટીમ તરફથી અત્યારે કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. અમે બધા તમને વિનેશની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ જેથી અમે આગામી ઇવેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.

 

વિનેશ ફોગાટનું વજન લગભગ 100 ગ્રામ વધારે હતું

ગોલ્ડ મેડલ મેચમાંથી ગેરલાયક ઠરેલી વિનેશ ફોગાટ હવે ન તો ગોલ્ડ મેડલ જીતી શકશે કે ન તો સિલ્વર, 50 કિગ્રા કેટેગરીમાં તેનું વજન લગભગ 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું છે. હવે આ કેટેગરીમાં માત્ર બે કુસ્તીબાજોને મેડલ આપવામાં આવશે, જેમાંથી એક USAના કુસ્તીબાજ હશે જેણે ગોલ્ડ મેડલ જીત્યો અને બીજો બ્રોન્ઝ મેડલ જીતનાર કુસ્તીબાજ હશે. જ્યારે વિનેશ ફોગાટને કોઈ મેડલ નહીં મળે. આ પહેલીવાર નથી જ્યારે વિનેશ ફોગાટે 50 કિગ્રા કેટેગરીમાં ક્વોલિફાય થવા માટે વધુ વજનની સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય કારણ કે અગાઉ તે 53 કિગ્રા કેટેગરીમાં ભાગ લેતી હતી. અગાઉ, તેણીને ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં સમાન સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો જ્યાં તેણી ખૂબ જ સાંકડા માર્જિનથી સ્થાન મેળવવામાં સફળ રહી હતી.

આ પણ જૂઓ: ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરનું વિમાન મથકે ભવ્ય સ્વાગતઃ જૂઓ વીડિયો

Back to top button