આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝનેશનલયુટિલીટી

ગો ફર્સ્ટને લાગ્યો મોટો ફટકો: દિલ્હી હાઇકોર્ટે 54 વિમાનોનું રજીસ્ટ્રેશન કર્યું રદ

Text To Speech
  • એરક્રાફ્ટની ડી-રજીસ્ટ્રેશન અરજીઓનો પાંચ દિવસમાં નિકાલ કરવાનો આદેશ આપ્યો
  • ભાડે આપનાર લોકોએ કરી હતી અરજી

દિલ્હી, 26 એપ્રિલ: દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે ગો ફર્સ્ટ માટે નવો આદેશ જાહેર કર્યો છે. DGCA એ આગામી કામકાજના પાંચ દિવસોમાં ગો ફર્સ્ટ દ્વારા ભાડાં પર લીધેલા વિમાનોની રજીસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયાને આગળ વધારવી પડશે. ગો ફર્સ્ટને ખરીદવા માટે બે બોલીઓ પણ લાગી હતી.

દિલ્હી હાઈકોર્ટે કયા કયા આપ્યા આદેશ?
એરલાઇન ગો ફર્સ્ટને મોટો ફટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને એરલાઈન્સ દ્વારા ભાડા પર લીધેલા એરક્રાફ્ટનું ડી-રજીસ્ટ્રેશન કરવાની અરજીઓનો પાંચ દિવસમાં નિકાલ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, કોર્ટે મુશ્કેલીમાં મુકાયેલી એરલાઇન ગો ફર્સ્ટને આ વિમાનો ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે આ કેસ સાથે સંબંધિત તમામ 54 એરક્રાફ્ટનું રજીસ્ટ્રેશન રદ કરવાનો આદેશ જારી કર્યો છે. એરલાઇન તેના તમામ 54 એરક્રાફ્ટ ગુમાવવાના જોખમમાં છે.

ભાડે આપનાર લોકોએ કરી હતી અરજી
નોંધનીય છે કે આ નિર્દેશ ત્યારે આવ્યો છે જ્યારે પેમબ્રોક એવિએશન, એસિપિટર ઇન્વેસ્ટમેન્ટ્સ એરક્રાફ્ટ 2, EOS એવિએશન અને SMBS એવિએશન સહિતના એરક્રાફ્ટ ભાડે આપનારે મે 2023માં દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેમના એરક્રાફ્ટને ફરીથી કબજે કરવાની પરવાનગી માંગી હતી. શરૂઆતમાં ડીજીસીએએ કહ્યું હતું કે પ્રતિબંધના કારણે તે એરક્રાફ્ટને મુક્ત કરી શકે તેમ નથી, પરંતુ બાદમાં ડીજીસીએ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યું હતું.

આ પણ વાંચો.. ફ્રાન્સ અને ભારતની ડીલ: શું વિજય માલ્યાને લાવી શકાશે પરત?

 

Back to top button