Big Bએ જણાવ્યું હવે કેવી છે તબિયત? ‘Project K’ના શુટિંગ દરમિયાન થયા હતા ઘાયલ
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને બ્લોગ લખીને પોતાની હેલ્થનું અપડેટ જારી કર્યુ છે. તેમણે જણાવ્યુ કે મારી હેલ્થમાં સુધારો થઇ રહ્યો છે. ફિલ્મ ‘Project K’ના એક એક્શન સીન દરમિયાન અમિતાભ બચ્ચનને ઇજા થઇ હતી. તેમની ઉંમર 80 વર્ષ છે અને બ્રહ્માસ્ત્ર બાદ હવે તેઓ ‘Project K’માં ખતરનાક એક્શન સીન કરતા જોવા મળશે.
મેડિકલ એડવાઇઝ ફોલો કરે છે બિગ બી
બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યુ છે કે સૌથી પહેલા જે લોકોએ મારી ઇજાને લઇને ચિંતા વ્યક્ત કરી છે, તેમની પ્રાર્થનાઓ પ્રત્યે હું પ્રેમ અને આભાર વ્યક્ત કરુ છુ. જે પ્રકારનું એટેન્શન તમે મને આપી રહ્યા છો હું તેનાથી અભિભૂત છું. ધીમે ધીમે પહેલા કરતા સારુ થઇ રહ્યુ છે. જોકે હજુ સમય લાગશે. ડોક્ટર્સે જે સુચનાઓ આપી છે તેનું હું પાલન કરી રહ્યો છું.
T 4577 – I rest and improve with your prayers
— Amitabh Bachchan (@SrBachchan) March 7, 2023
T 4576 – your prayers are the cure
— Amitabh Bachchan (@SrBachchan) March 7, 2023
ડોક્ટરની પરમિશન બાદ શરૂ કરશે કામ
અમિતાભ બચ્ચને કહ્યુ કે મારે આરામ કરવાનો છે અને ચેસ્ટ પર સ્ટ્રેપ બાંધી રાખવાનો છે. બધુ કામ રોકાઇ ગયુ છે. હવે હાલત થોડી બહેતર બની જશે અને મેડિકલ પરમિશન મળી જશે. જોકે તમારા બધાનો હું દિલથી આભારી છું. તેમણે હોલિકા દહન વિશે પણ લખ્યુ છે, કહ્યુ કે કાલે રાતે જલસામાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું.
500 કરોડના બજેટમાં બની રહી છે ‘Project K’
પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘Project K’ એક સાયન્સ ફિક્શન મુવી હશે, જેમાં જબરજસ્ત એક્શન સિક્વન્સ જોવા મળશે. અમિતાભ બચ્ચનની આ ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા આસપાસ હશે. ફિલ્મના કેટલાક પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવશે, પરંતુ હજુ સુધઈ સ્ટાર્સના લુક રિવીલ થયા નથી.
આ પણ વાંચોઃ એક ક્લિક પર તમારા બેંક ખાતામાંથી લાખો રૂપિયા થઈ જશે ક્લિયર, આવી રીતે બચો !