ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ડીપફેક વીડિયોનો શિકાર થતા આખી રાત સૂઈ નહોતા શક્યા બિગ બી, PM મોદીએ કર્યો ખુલાસો

  • અભિનેતા આમિર ખાન, અમિતાભ બચ્ચન, રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ, રણવીર સિંહ અને નોરા ફતેહી સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ ડીપફેક વીડિયોનો શિકાર બન્યા છે

7 મે, મુંબઈઃ આજના સમયમાં ટેક્નોલોજી જેટલી ફાયદાકારક છે તેટલી જ મોટી ચેલેન્જ પણ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઝડપથી પગ પ્રસરાવી રહી છે. તાજેતરના સમયમાં ડીપફેક સામગ્રી પણ એક મોટી સમસ્યા બની રહી છે. અનેક મોટી હસ્તીઓના ડીપફેક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અભિનેતા આમિર ખાન, અમિતાભ બચ્ચન, રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ, રણવીર સિંહ અને નોરા ફતેહી સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ ડીપફેક વીડિયોનો શિકાર બન્યા છે.

અમિતાભ બચ્ચન થયા હતા ડીપફેકનો શિકાર

મહાનાયક અમિતાભ બચ્ચનનો ડીપફેક વીડિયો વાયરલ થયો ત્યારે તેઓ ખૂબ જ પરેશાન થઈ ગયા હતા અને આખી રાત સૂઈ શક્યા ન હતા. આ વાતનો ખુલાસો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. તાજેતરના આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે અમિતાભ બચ્ચનના ડીપફેક વીડિયો સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ડીપફેક વીડિયોને કારણે બિગ બી આખી રાત સૂઈ શક્યા નહોતા અને તેમણે રાતોરાત તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ડીપફેક વીડિયોનો શિકાર થતા આખી રાત સૂઈ નહોતા શક્યા બિગ બી, PM મોદીએ કર્યો ખુલાસો hum dekhenge news

પીએમ મોદીએ બિગ બી વિશે કહી આ વાત

પીએમ નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના દુરુપયોગ પર નજર નાખતા ડીપફેક વીડિયો સાથે જોડાયેલા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બિગ બીના ડીપફેક વીડિયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન, એક ડીપફેક વીડિયો સામે આવ્યો હતો અને તે અમિતાભ બચ્ચનના અવાજમાં હતો. તમે વિશ્વાસ નહીં કરો, તે રાત્રે અમિતાભ બચ્ચન સૂઈ શક્યા ન હતા. તેમણે રાતે જ તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.

પીએમ મોદીએ આગળ કહ્યું કે અમિતાભ બચ્ચનનું કહેવું હતું કે આવું તેમની સાથે જ કેમ થયું? તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ રાજનેતાઓને દૂરથી જ નમન કરે છે. તે વીડિયોના કારણે અમિતાભ બચ્ચન ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ મામલો સામે આવતા જ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ડીપફેક વીડિયોનો શિકાર થતા આખી રાત સૂઈ નહોતા શક્યા બિગ બી, PM મોદીએ કર્યો ખુલાસો hum dekhenge news

કેબીસી સાથે જોડાયેલો હતો અમિતાભનો ડીપફેક વીડિયો

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર એક ડીપફેક વીડિયો સામે આવ્યો હતો જેમાં અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર સવાલ પૂછતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં AI દ્વારા અમિતાભ બચ્ચનનો અવાજ બદલવામાં આવ્યો હતો અને KBCના પ્રશ્નમાં પણ છેડછાડ કરવામાં આવી હતી. ડીપફેક વીડિયોમાં સવાલ રાજકારણ સાથે જોડાયેલો હતો. ત્યારબાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, આ કેસમાં દોષિતો સામે કાર્યવાહી થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ ‘પરિવર્તન ઈચ્છતા હો તો…’ લાતૂરમાં વોટ આપ્યા બાદ જેનેલિયાએ પબ્લિકને આપી સલાહ

Back to top button