ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Uniform Civil Code અંગે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની મોટી જાહેરાત, સામાન્ય લોકોને કરી મહત્વની અપીલ

Text To Speech

યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ને લઈને દેશમાં રાજકીય હોબાળો જોવા મળી રહ્યો છે. દરમિયાન, બુધવારે (05 જુલાઈ) ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા એક મહત્વપુર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ બોર્ડે મુસ્લિમ સમુદાયના લોકોને યુસીસીનો વિરોધ કરવાની અપીલ કરી છે.

મુસ્લિમ સમુદાયના લોકો કરશે વિરોધ?

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની આ બેઠક લગભગ 3 કલાક સુધી ચાલી હતી. AIMPLB વતી, એવું કહેવામાં આવ્યું હતું કે, “વિરોધ કરવા માટે ફક્ત એક લિંક પર ક્લિક કરવાનું જ રહેશે, જ્યાં વિરોધની લાઈનો પહેલાથી જ હાજર છે. ફક્ત તમારા મેલ ID પરથી તેને લો કમિશનને મોકલો.”

શું કહ્યું બોર્ડના સભ્યોએ?

બોર્ડના સદસ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ જણાવ્યું હતું કે યુસીસીના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે અને તેમાં UCC અંગે વાંધાજનક તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આ અંગે એક લિંક જાહેર કરવામાં આવી છે અને સામાન્ય લોકોને તેનો વિરોધ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

“UCCનો વિરોધ વાજબી છે”

તેમણે વધુમાં કહ્યું, “આ બાબત અંગે અમે પહેલાથી જ કહ્યું છે કે UCCની જોગવાઈઓ એ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને શરિયતના કાયદા હેઠળ નથી. આ કિસ્સામાં, તેનો વિરોધ કરવો વાજબી છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ શરિયત પર આધારિત છે, તેથી કોઈપણ મુસ્લિમ લોકો તેમાં ફેરફારને મંજૂરી આપી શકશે નહીં.

શું કહ્યું હતું પત્રમાં?

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આપણા દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે એક એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે, જેના દ્વારા વિવિધ ધર્મો અને તેમની સંસ્કૃતિઓની સ્વતંત્રતા પર ઠેસ પહોંચાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો: તબરેઝ અંસારી લિંચિંગ કેસમાં તમામ દસ દોષિતોને 10 વર્ષની સજા, 4 વર્ષ બાદ આવ્યો ચુકાદો

Back to top button