અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

બજેટમાં GIFT CITY માટે મોટું એલાન, 3300 એકરમાં પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવાશે

Text To Speech

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2024, ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્‍સ હબ તરીકે ઉભરી રહ્યું છે. 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્‍ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની “સપનાનાં શહેર” તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને “વોક ટુ વર્ક” “લિવ-વર્ક-પ્લે કમ્યુનિટી”ની કલ્પના સાકાર થશે.

રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે
આ વિકાસ કાર્યોમાં 4.5 કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે.GIFT સિટી ખાતે ‘ફિન-ટેક હબ’ની સ્થાપના કરવામાં આવશે જેના માટે ૫૨ કરોડની જોગવાઇ તથા ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ 38.2 કિલોમીટર સુધીની થશે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થશે
આ પ્રોજેકટના ફેઝ-1 માં 11.2 કિલોમીટરનું કામ પૂરું થયેલ છે, જ્યારે ફેઝ-2 માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ-3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્‍ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-4 અને ફેઝ-5 અંતર્ગત રિવરફ્રન્‍ટ વિસ્તારનો ઇન્‍દિરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે. રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થતાં તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.

આ પણ વાંચોઃઅંબાજી, બહુચરાજી અને પાવાગઢમાં વિકાસ કામો માટે જાણો શું છે સરકારનો માસ્ટરપ્લાન

Back to top button