નેશનલ

BJP MLA પર મોટી કાર્યવાહી, દિલ્હી વિધાનસભામાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ, જાણો કારણ

Text To Speech

બીજેપી ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાને દિલ્હી વિધાનસભાના આગામી સત્ર સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહની કાર્યવાહી દરમિયાન દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ અને વિજેન્દર ગુપ્તા વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. આ પછી, વિધાનસભા અધ્યક્ષે તેમને આગામી સત્ર સુધી સસ્પેન્ડ કરી દીધા.

વિજેન્દર ગુપ્તા વિધાનસભામાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ

બીજેપી ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાને મોટો ઝટકો લાગ્યો છે. વિજેન્દર ગુપ્તાને દિલ્હી વિધાનસભાના આગામી સત્ર સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે તેમની સામે કાર્યવાહી કરીને ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાને આગામી સત્ર સુધી સસ્પેન્ડ કરી દીધા છે. વિજેન્દ્ર ગુપ્તા હવે આગામી બજેટ સત્ર સુધી વિધાનસભાની કાર્યવાહીમાં હાજર રહી શકશે નહીં.

વિજેન્દર ગુપ્તા-humdekhengenews

આ કારણે કરાયા સસ્પેન્ડ

દિલ્હી વિધાનસભાના અધ્યક્ષએ વિજેન્દર ગુપ્તાને એક વર્ષ માટે સસ્પેન્ડ ક્યા છે. તમને જણાવી દઈએ કે વિજેન્દર ગુપ્તાએ મંગળવારે ગૃહમાં બજેટની વિગતો લીક થઈ હોવાના આક્ષેપ સાથે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. જેને લઈને લોકસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યું કે વિજેન્દર ગુપ્તાએ ખરાબ ઈરાદા સાથે આ નોટિસ આપી છે.આ અંગે સ્પીકર અને વિજેન્દર ગુપ્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ સ્પીકરે બીજેપી ધારાસભ્યને આગામી બજેટ સત્ર સુધી સસ્પેન્ડ કરી દીધા હતા.

આ પણ વાંચો : દિલ્હીના બજેટને કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજૂરી, ટૂંક સમયમાં થશે રજૂ

Back to top button