લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ પર NIAની મોટી કાર્યવાહી, 10 લાખનું ઈનામ જાહેર કર્યું
- બાબા સિદ્દીકીની મુંબઈમાં હત્યા કરવામાં આવી ત્યારે અનમોલનું નામ બહાર આવ્યું હતું
નવી દિલ્હી, 25 ઓક્ટોબર: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર તેની પકડ વધુ મજબૂત કરી છે. NIAએ લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. તાજેતરમાં NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં હત્યા કરવામાં આવી ત્યારે અનમોલનું નામ બહાર આવ્યું હતું. હત્યારાઓ અનમોલના સંપર્કમાં હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
National Investigation Agency has announced a bounty of Rs 10 lakhs for Anmol Bishnoi, brother of gangster Lawrence Bishnoi. He is chargesheeted in two NIA cases registered in 2022.
(Pic Source: NIA) https://t.co/2Go86yf1y8 pic.twitter.com/uafBaYcDDz
— ANI (@ANI) October 25, 2024
અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. તે ગાયક-રાજકારણી સિદ્ધુ મૂઝવાલાની હત્યાનો પણ આરોપી છે. વર્ષ 2023માં તપાસ એજન્સીએ તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. રિપોર્ટ અનુસાર, તે નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો.
જોધપુર જેલમાં સજા ભોગવી ચૂક્યો છે
અનમોલ બિશ્નોઈ કથિત રીતે તેના સ્થાનો બદલતા રહે છે અને તે ગયા વર્ષે કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ 18 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. તેણે જોધપુર જેલમાં સજા કાપી છે. અનમોલને 7 ઓક્ટોબર 2021ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચે નોટિસ ફટકારી
ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલ 2024ના રોજ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ કેસમાં કથિત સંડોવણી બદલ વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈ સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) નોટિસ પણ જારી કરી હતી.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં નામ આવ્યું
બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, શૂટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સીધા સંપર્કમાં હતો. હત્યાના શંકાસ્પદ ત્રણ શૂટરોએ હત્યા પહેલા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાત કરી હતી. અનમોલ બિશ્નોઈ એક શૂટર અને કાવતરાખોર પ્રવીણ લોંકરના સંપર્કમાં હતો. અનમોલ કેનેડા અને અમેરિકાથી આરોપીઓના સંપર્કમાં હતો.
આ પણ જૂઓ: બુલડોઝર કાર્યવાહી વિરૂદ્ધ થયેલી અરજી અરજદારની ઝાટકણી કાઢીને સુપ્રીમે ફગાવી, જાણો શું કહ્યું