સ્પોર્ટસ

ચેતેશ્વર પૂજારાને મળી મોટી સિદ્ધિ, સચિન તેંડુલકર સહિત આ દિગ્ગજોની ક્લબમાં શામેલ

Text To Speech

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા માટે આ મેચ ખૂબ જ ખાસ છે. આ તેમની 100મી ટેસ્ટ મેચ છે. પૂજારાએ આ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ એક ખાસ સિદ્ધિ મેળવી લીધી છે. તે ભારત માટે 100 ટેસ્ટ રમનાર 13મો ખેલાડી બન્યો છે. આ સાથે તેણે ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

આપણે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનારા લોકોની યાદી પર નજર કરીએ તો આમાં સચિન તેંડુલકર ટોપ પર છે, જેણે 200 ટેસ્ટ મેચ રમી છે. ત્યારબાદ રાહુલ દ્રવિડે 163 ટેસ્ટ રમી હતી. ત્રીજા નંબર પર VVS લક્ષ્મણનું નામ છે જેણે 134 અને અનિલ કુંબલે 132 ટેસ્ટ મેચ રમી છે.આ યાદીમાં પાંચમા નંબર પર કપિલ દેવનું નામ છે જેણે ટીમ માટે કુલ 131 ટેસ્ટ મેચ રમી છે. આ લિસ્ટમાં 100મી ટેસ્ટ રમી રહેલો પૂજારા 13માં નંબર પર આવી ગયો છે.

1. સચિન તેંડુલકર – 200 ટેસ્ટ

2. રાહુલ દ્રવિડ – 163 ટેસ્ટ

3. વીવીએસ લક્ષ્મણ – 134 ટેસ્ટ

4.અનિલ કુંબલે – 132 ટેસ્ટ

5.કપિલ દેવ – 131 ટેસ્ટ

6.સુનીલ ગાવસ્કર – 125 ટેસ્ટ

7. દિલીપ વેંગસરકર – 116 ટેસ્ટ

8. સૌરવ ગાંગુલી – 113 ટેસ્ટ

9. વિરાટ કોહલી – 105 ટેસ્ટ

10. ઈશાંત શર્મા – 105 ટેસ્ટ

11. હરભજન સિંહ – 103 ટેસ્ટ

12. વિરેન્દ્ર સેહવાગ – 103 ટેસ્ટ

13. ચેતેશ્વર પુજારા – 100 ટેસ્ટ

Back to top button