ઉત્તર ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UPના બારાબંકીમાં મોટી દુર્ધટના, ઇમારત ધરાશાયી થતા 2ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત્

Text To Speech
  • બારાબંકીમાં સર્જાઈ મોટી દુર્ધટના
  • ઇમારત ધરાશાયી થતાં 2ના મોત
  • અનેક લોકો કાટમાળ નીચે દબાયા

UPના બારાબંકીમાં એક મોટી દૂર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં બારાબંકીમાં સોમવારે સવારે ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 માળનું પાકું મકાન ધરાશાયી થઈ ગયું હતું.જેના કાટમાળ નીચે દટાઈ જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે દટાયેલા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

4 માળનું પાકું મકાન ધરાશાયી થયું
પ્રાપ્ત વિગતો અનુસાર,ઉત્તર પ્રદેશના બારાબંકીથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. બારાબંકીના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાશિમ નામના વ્યક્તિનું 4 માળનું પાકું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આજુબાજુના મહોલ્લામાં રહેતા લોકો પણ મકાનના કાટમાળ નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા જેની જિલ્લા હોસ્પિટલના CMS દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.

બે કલાકની ભારે જહેમત બાદ દટાયેલા લોકોને બચાવી શકાયા
દુર્ઘટના બાદ એસ.પી.દિનેશ કુમાર સિંહ, સીડીઓ એકતા સિંહ વગેરેની હાજરીમાં પોલીસ, એસડીઆરએફ અને સ્થાનિક લોકોએ બચાવકામગીરી હાથ ધરી હતી. 12 લોકોને હોસ્પિટલે મોકલાયા હતા. ડૉક્ટરોએ ત્યાં 2ને મૃત જાહેર કર્યા હતા. જોકે 8 લોકોને અન્ય જગ્યાએ રિફર કરાયા હતા. કાટમાળમાં હજુ 3 લોકો ફસાયેલા હોવાની માહિતી છે. આશરે બે કલાકની ભારે જહેમત બાદ કાટમાળમાં દટાયેલા લોકોને બચાવી શકાયા હતા. તેમાં રોશની (22) અને ઈસ્લામુદ્દીન (25)ના મોત નીપજ્યા હતા. અન્ય લોકો ઘવાયા હતા.

હાલ SDRFની ટીમ આવી પહોંચી
આ અંગે SPદિનેશ સિંહે કહ્યું કે, આ ઘટનામાં 16 લોકો દટાયા છે. આ તરફ 12 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે તો 4 હજુ પણ ફસાયેલા છે. જેને લઈ હાલ SDRFની ટીમ આવી પહોંચી છે. એનડીઆરએફને પણ બોલાવવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. 3 વાગ્યે માહિતી મળી હતી કે, હાશિમ નામના વ્યક્તિનું ઘર ધરાશાયી થયું છે જેમાં 16 લોકો દટાયા છે 12ને બચાવી લેવામાં આવ્યા છે, 4 લોકો હજુ પણ ફસાયેલા છે SDRF પહોંચી ગયું છે. NDRF પણ થોડા સમયમાં પહોંચી જશે, પ્રયાસો ચાલુ છે. દરેકને બચાવી લેવામાં આવશે.

આ પણ વાંચો : મહાબંદર કંડલા ખાતે મોટી દૂર્ઘટના ટળી : બેલ્ટ તૂટી જતાં મહાકાય ક્રેન ડ્રાઈવર સહિત પટકાયું, જૂઓ આ ભયાનક દ્રશ્યો

Back to top button