AAPના મોટા નેતાએ PM મોદી વિશે ખોટી વાત કરતા પોલ ખુલી


ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો છે. જેમાં વડાપ્રધાન આજે ગુજરાત મુલાકાતે આવ્યા છે. અને અમદાવાદની એક શાળની મુલાકાત લઇ તેઓ શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓની જેમ તેમની વચ્ચે બેંચ પર બેસી ગયા હતા. તેવા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. તેવામાં આ ફોટો અને વીડિયો જોઇ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ મૂર્ખતાપૂર્ણ ટ્વિટ કરીને ફરી એક વાર પોતાનું અજ્ઞાન સાબિત કર્યું છે.
આ પણ વાંચો: ગુજરાત રમખાણોના ચકચારી બિલકિસ બાનો કેસના આરોપીઓ પર ચોંકાવનારો ખુલાસો
પહેલી વાર ગુજરાતના બાળકો સાથે સ્કૂલમાં જઇને બેઠા
મનીષ સિસોદીયાએ ટ્વિટ કરતાં કહ્યું કે મોદીજી આજ પહેલી વાર ગુજરાતના બાળકો સાથે સ્કૂલમાં જઇને બેઠા…મનીષ સિસોદીયાનું જૂઠ્ઠાણું ફરી એક વાર પકડાયું છે. વાસ્તવમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એ 2003માં જ શાળા પ્રવેશોત્સવ યોજ્યો હતો અને સ્કૂલમાં જઇને બાળકોને અભ્યાસ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી અને તેમના નેતાઓ ગુજરાતમાં રોજ નવા નવા જૂઠ્ઠાણાં ફેલાવી રહ્યા છે અને લોકોને ભરમાવાનો પ્રયાસ કરી રહ્યા છે. જૂઠ્ઠું બોલવામાં પાવરધા આમ આદમી પાર્ટીના નેતાઓ સહેજ પણ વિચારતા નથી કે તેઓ શું બોલી રહ્યા છે અને વાસ્તવિક્તા શું છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા સહિતના નેતાઓ ગુજરાતની પ્રજાને ભરમાવવા માટે રોજ જુઠ્ઠી વાતો ફેલાવી રહ્યા છે અને તે વાત ફરી એક વાર પુરવાર થઇ છે.
मोदी जी आज पहली बार गुजरात के बच्चों के साथ स्कूल जाकर बैठे. 27 साल पहले ये शुरू कर दिया होता तो आज गुजरात के हरेक बच्चे को, शहर से लेकर गाँव तक के हर बच्चे को, शानदार शिक्षा मिल रही होती. दिल्ली में 5 साल में हो सकता है तो गुजरात में तो भाजपा 27 साल से सरकार में है, लेकिन….1/N https://t.co/kfbzohw8bN
— Manish Sisodia (@msisodia) October 19, 2022
આ પણ વાંચો: PM મોદીનું રાજકોટમાં આગમાન, ભવ્ય સ્વાગત બાદ રોડ-શો યોજાયો
શાળા પ્રવેશોત્સવ યોજવાની શરુઆત કરી હતી
મનીષ સિસોદીયા તે સમયે કદાચ રાજકારણમાં પણ નહીં હોય અને તેથી જ તેઓ જાણતા નથી કે 2003માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ યોજવાની શરુઆત કરી હતી અને તે સિલસિલો હજું પણ ગુજરાતમાં ચાલે છે. શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને ગુજરાતના તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, જીલ્લા પંચાયતના આગેવાનો તથા વહિવટી તંત્રના અધિકારીઓ જોડાતા હતા.
મનીષ સિસોદીયાએ ટ્વિટ કરીને જૂઠ્ઠાણું ફેલાવ્યું
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ટ્વિટ કરીને જૂઠ્ઠાણું ફેલાવ્યું હતું કે મોદીજી આજે પહેલી વખત ગુજરાતના બાળકોની સાથે સ્કૂલમાં જઇને બેઠા છે. 27 વર્ષ પહેલા જો આ શરુ કર્યું હોત તો આજે ગુજરાતના દરેક બાળકોને, શહેરથી લઇને ગામડા સુધીના દરેક બાળકને શાનદાર શિક્ષણ મળતું હોત. દિલ્હીમાં 5 વર્ષમાં થઇ શક્તું હોય તો.