નેશનલ

પીએમ મોદીને માનવાધિકારો પર સલાહ આપશે નહીં બાઈડેન: વ્હાઇટ હાઉસ

Text To Speech

ન્યૂયોર્ક: અમેરિકાના એક ટોચના અધિકારીએ જણાવ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન માનવ અધિકારના મુદ્દે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ સલાહ આપશે નહીં

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને બુધવારે કહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે પરસ્પર અને વૈશ્વિક હિતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

સુલિવને એ પણ કહ્યું છે કે બાઇડેન માનવ અધિકારના મુદ્દે પીએમ મોદી સાથે પોતાની ચિંતા વ્યક્ત કરશે.

તેમણે કહ્યું, “અમે સાર્વજનિક અને વ્યક્તિગત રીતે વાત કરે છે. અમે એવી રીતે વાત કરીએ છીએ કે જેમાં અમે તેમાં કોઈ પ્રવચન આપવા માંગતા નથી. તે બતાવવા માંગતા નથી કે આ મુદ્દે અમારી સામે કોઈ પડકારો નથી.

આ પીએમ નરેન્દ્ર મોદીની પ્રથમ રાજકીય યાત્રા છે, જે દરમિયાન તે બાઈડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સાથે જ તેઓ અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. તે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને બીજી વખત સંબોધિત કરનારા પહેલા ભારતીય વડાપ્રધાન બની જશે.

આ પણ વાંચો- રાષ્ટ્રપતિ બાઇડેન સાથે ફેમિલી ડિનરમાં સામેલ થયા PM મોદી; આજે અમેરિકન કોંગ્રેસને કરશે સંબોધિત; 10 મોટી વાતો

Back to top button