ગુજરાત

ડીસાના ફુવારા સર્કલ પાસે પડ્યો ભૂવો, વાહનચાલકોને હાલાકી

Text To Speech

રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે પાલનપુરના ડીસા શહેર પર પણ મેઘરાજા મહેરબાન થયા છે. જેને પગલે ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી પડી ગઈ છે. શહેરના મધ્યમાં આવેલા ફુવારા સર્કલ પાસે આજ રોજ ભૂવો પડતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

વરસાદ વરસતા જ ભૂવા પડવાનો સિલસિલો 

મહત્વપૂર્ણ બાબત છે કે બે દિવસ પહેલા જ શહેરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે મંગળવારની રાત્રે પણ જોરદાર વરસાદી ઝાપટુ પડ્યુ હતું. દરમિયાન ફુવારા સર્કલ પાસે મુખ્ય માર્ગ પર ભુવો પડવાની ઘટના બની હતી. હજુ થોડા સમયે પહેલા જ જ્યાં ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. એકાએક આ વિસ્તારમાં ભુવો પડતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે. શહેરનો ફુવારા વિસ્તાર મુખ્ય માર્ગની વચ્ચે હોવાથી આ વિસ્તારમાં લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહે છે. જોકે ભુવો પડતા જ પોલીસ દ્વારા આ જગ્યામાં બેરીકેટ કરવામાં આવી હતી. જેથી કોઈ અકસ્માતની ઘટના સર્જાય નહી. જ્યારે તંત્ર દ્વારા ભુવો પડેલી જગ્યામાં માટી કામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

Back to top button