મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ વડોદરા ખાતે કમાટીબાગમાં આયોજિત બાળમેળાના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા ત્યારે સ્ટેજ પાસે જ અચાનક એક ડ્રોન ઉડતું આવ્યું તો મુખ્યમંત્રી પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ડ્રોન કેમેરા સાથે એક વ્યક્તિની અટકાયત કરી હતી.
આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે, વી.સી.સી.આઈ. એક્સપોનું કરશે ઉદ્ઘાટન
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે આવી ડ્રોન ની ઘટના બની હતી ત્યાર બાદ પોલીસ દ્વારા ડ્રોનના ઉપયોગ માટે પરમીશન લેવી ફરજિયાત કરવામાં આવી હતી છતાં આજરોજ વડોદરા પોલીસની બેદરકારી સામે આવતા મુખ્યમંત્રીની સુરક્ષા ને લઈને સવાલ થઈ રહ્યા છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ચુસ્ત બંધઓબસ્ત વચ્ચે આવી મોટી ચૂક આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.હાલ પોલીસ દ્વારા એક વ્યક્તિ ની અટકાયત કરી લેવામાં આવી છે અને ડ્રોન પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. ગૃહ વિભાગ પણ આ બાબતે તપાસ કરશે કે આવી ચૂક કેવી રીતે આવી. આટલા ચુસ્ત બંધઓબસ્ત વચ્ચે આવી ઘટના બનતા વડોદરા પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આગામી શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.