ગુજરાત

ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીના પગલે, મુખ્યમંત્રીને મળેલ ભેટ સોગાદની હરાજી કરશે !

Text To Speech

પોતાના મક્કમ અને મૃદુ નિર્ણય માટે લોકોના વચ્ચે પોતાની અલગ જ છાપ ઊભી કરનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક અનોખો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ પોતાને મળેલી ભેટ તેમજ સોગાદોની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ આ હરાજીમાંથી મળનાર નાણાંનો પણ ઉપયોગ ઉત્કૃષ્ટ કામગીરી માંટે વાપરશે.

આ પણ વાંચો : એરકન્ડીશનીંગ અને રેફ્રિજરેશનમાં વપરાતો આ પાર્ટ હવે ગુજરાતમાં બનશે

આ અંગે માહિતી મુખ્યમંત્રી કાર્યલય તરફથી આપવામાં આવી કે, મુખ્યમંત્રીને તોશાખાનાની ભેટ-સોગાદોનો સર્વે કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેને હરાજી કરવામાં આવશે, જેમાંથી જે પણ નાણાં પ્રાપ્ત તશે તેને સચિવાલયના વર્ગ-4 ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

Bhupendra Patel With PM

અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અનોખો વ્‍યક્તિગત સંકલ્‍પ કર્યો હતો અને પઠી પ્રણાલી શરૂ કરવામાં આવી હતી. તે નરેન્દ્ર મોદી જાહેર સમારંભો અને પ્રજાજનો તરફથી તેમને મળતી તમામ પ્રકારની કિંમતી ભેટસોગાદો રાજય સરકારના તોશાખાનામાં તેઓ શાસનની શરૂઆતથી જ જમા કરાવતા હતા. જેના પગલે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પહેલને આગળ વધારવામાં આવશે. અને મુખ્યમંત્રીના તોશખાનામાં રહેલી ભેટ-સોગાદોની હરાજી કરશે અને તેનો ઉપયોગ કન્યા કેળવણી માટે ખર્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો : PM મોદીને ‘ગોલ્ડનો ગુલદસ્તો’, વેલેન્ટાઈન્સ ડે પર સુરતી વિદ્યાર્થીઓની ભેટ

Back to top button