ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે લીધા શપથ, જાણો બીજા ક્યા નેતાઓ પણ બન્યા મંત્રી ?
ગુજરાતમાં જનતાનો વિશ્વાસ જીતી ભાજપે ભવ્ય જીત મેળવી છે જેના પછી આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત શપથ લીધા છે. રાજ્યના ગાંધીનગર ખાતે હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ યોજાયા બાદ સાંજે નવી સરકારની પ્રથમ કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. જેના પર તમામ મંત્રીઓના પોર્ટફોલિયો નક્કી કરવામાં આવશે.
કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. આ બાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા.
1. ભૂપેન્દ્રભાઇ પટેલ – મુખ્યમંત્રી – ઘાટલોડિયા (અમદાવાદ શહેર)
કેબિનેટ મંત્રીશ્રીઓ
1. કનુભાઈ દેસાઈ – પારડી (વલસાડ)
2. રૂષિકેશભાઈ પટેલ – વિસનગર (મહેસાણા)
3. રાધવજી પટેલ – જામનગર ગ્રામ્ય (જામનગર)
4. બળવંતસિંહ રાજપૂત – સિધ્ધપુર (પાટણ)
5. કુંવરજીભાઈ બાવળીયા – જસદણ (રાજકોટ)
6. મૂળુભાઈ બેરા – જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)
7. ડો. કુબેરભાઈ ડિંડોર – સંતરામપુર (પંચમહાલ)
8.ભાનુબેન બાબરિયા – રાજકોટ ગ્રામ્ય (એક મહિલા મંત્રી)
રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)
1. હર્ષ સંઘવી – મજૂરા (સુરત)
2.જગદીશભાઈ વિશ્વકર્મા – નિકોલ (અમદાવાદ)
રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ
1. પરષોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય
2. બચુભાઇ ખાબડ – દેવગઢ બારિયા
3. મુકેશભાઈ પટેલ – ઓલપાડ (સુરત)
4. પ્રફુલભાઈ પાનશેરિયા – કામરેજ (સુરત)
5. ભીખુસિંહ પરમાર – મોડાસા (અરવલ્લી)
6. કુંવરજી હળપતિ – માંડવી (સુરત)
રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
BJP's Bhupendra Patel takes oath as the Chief Minister of Gujarat for the second consecutive time. pic.twitter.com/TcWIq5HcYc
— ANI (@ANI) December 12, 2022
કુલ 17 મંત્રીઓના શપથ 7 ઓપન, 7 ઓબીસી, 2 ST, 1 SC
4 પટેલ 2 લેઉવા 2 કડવા 4 કોળી
1 રાજપૂત
1 દલિત
1 જૈન
1 બ્રાહ્ણ
1 ઠાકોર
1 ઓબીસી
2 આદિવાસી
1 આહિર
કોણ ક્યા વિસ્તારમાંથી બન્યા છે મંત્રી
રાજ્ય સરકારના શપથ ગ્રહણમાં સૌથી ચોંકવાનાર નામ એવા નેતાઓ જેમકે જીતુ વાઘાણી, જયેશ રાદડિયા, પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનિષા વકીલ, નિમિષા સુથાર, શંભુપ્રસાદ, જીતુ ચૌધરી, વિનુ મોરડિયા, કિરિટસિંહ રાણા, રમણ વોરા, અલ્પેશ ઠાકોરની બાદબાકી કરવામાં આવી છે.