ગુજરાતટોપ ન્યૂઝ

ભૂપેન્દ્ર પટેલ સરકારનો અધિકારીઓને આદેશ, પ્રજાના પ્રતિનિધિઓ સાથે ફોનમાં વિવેકપૂર્ણ વાત કરો, સતત સંપર્કમાં રહો

Text To Speech

રાજ્ય સરકાર દ્વારા આજે એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં તેઓએ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ફોનમાં વિવેકપૂર્ણ વાત કરવા અને સતત તેમની સાથે સંપર્કમાં રહેવાના આદેશ કર્યા છે. પ્રજાના કામોને લઈ યોગ્ય જવાબ આપવા તેમજ સંપર્ક ન થઈ શકે તો સતત પ્રયાસો કરવા પણ જણાવવામાં આવ્યું છે.

નંબર સેવ રાખવા આદેશ કરવામાં આવ્યો

વધુમાં આ પરિપત્ર મુજબ જે કોઈપણ અધિકારીઓ કે કર્મચારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંપર્ક કરે તો તેઓએ તેમના નંબર સેવ રાખવા પડશે. આ ઉપરાંત કોઈપણ કારણોસર તેમના ફોન રિસીવ ન થઈ શકે તો તેઓએ કામ પૂર્ણ થઈ ગયા બાદ પ્રતિનિધિનો સંપર્ક કરવાનો રહેશે અને તેમને યોગ્ય જવાબો આપવાના રહેશે.

અધિકારીઓ જવાબ ન આપતા હોવાની ઉઠી હતી ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કારણ કે ઘણા સમયથી રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એવી ફરિયાદ મુખ્યમંત્રી અને સરકારના પ્રતિનિધિઓને કરવામાં આવતી હતી કે અધિકારીઓ તેમને જવાબ આપતા નથી કે તેમનો કોઈ સંપર્ક થઈ શકતો નથી કે પ્રજાના કામો લઈને જઈએ ત્યારે તેઓ પોતાની ઓફિસમાં હાજર મળતા નથી.

Back to top button