આજે રાજ્યભરમાં લેવાનાર જુનીયર ક્લાર્કની પરીક્ષા છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવનાર હોવાની જાહેરાત ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ભુપેન્દ્ર પટેલની નવી સરકાર પોતાની પ્રથમ જ પરીક્ષામાં નાપાસ થઈ છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. જો કે આ રદ્દ થયેલી પરીક્ષાની યાદી બહુ લાંબી છે.
આ પણ વાંચો : મોકૂફ કરાયેલી જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર આ જિલ્લામાંથી ફૂટ્યાનો ધડાકો
સરેરાશ દરવર્ષે પેપર ફૂટ્યા, જાણો 2014 થી 2023નું લિસ્ટ
ગુજરાતમાં ફરી એકવાર જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા exam રદ્દ કરવામાં આવી હતી. આજે લેવાનાર પેપર છેલ્લી ઘડીએ રદ્દ કરવાની જાહેરાત થતા ઉમેદવારોમા ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પેપરલીકની આ પ્રથમ ઘટના નથી પણ સરેરાશ દરવર્ષે પેપર ફૂટ્યા જ છે. જેની યાદી જોઈએ તો 2014- રેવન્યુ તલાટીની ભરતી, 2014- ચીફ ઓફિસર, 2015- તલાટીની પરીક્ષા, 2018- મુખ્ય સેવિકાની પરીક્ષા, 2018- નાયબ ચિટનીસની પરીક્ષા, 2018- લોક રક્ષક દળ, 2018- શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT, 2019- બિન સચિવાલય ક્લાર્ક, 2021- હેડ ક્લાર્ક, 2021- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી, 2021- સબ-ઓડિટર, 2022-વનરક્ષકનું પેપર ફૂટ્યું, 2022- જુનીયર કલાર્ક અને અંતે ફરી 2023માં ફરી જુનીયર ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદના અનેક વિસ્તોરોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ