ગુજરાતટોપ ન્યૂઝ

કોંગ્રેસ નેતાના નિવેદન પર ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ થયા, ચૂંટણી ટાણે લઘુમતી તુષ્ટિકરણનો આરોપ

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તરફથી પ્રચારની કામગીરી તેજ બની છે ત્યારે વાણી વિલાસ પણ શરૂ થયો છે. આ વચ્ચે સિદ્ધુપુર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. ચંદનજી ઠાકોરે એક સભામાં જણાવ્યુ છે કે, દેશને માત્રને માત્ર મુસ્લિમ જ બચાવી શકે છે. કોંગ્રેસને પણ માત્ર મુસ્લિમ જ બચાવી શકે છે. જે નિવેદન પર સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આકરી પ્રતિક્રિયા આપી છે.

આ નિવેદન અંગે ભાજપ તરફથી મુખ્યમંત્રી પટેલે ચંદનજી ઠાકોરના શબ્દોને શરમજનક ગણાવ્યા છે. તેમણે પ્રહાર કરતા જણાવ્યુ છે કે, કોંગ્રેસ હારના ડરથી હારના ડરથી કોંગ્રેસ ફરીથી લઘુમતી તુષ્ટિકરણનો આશરો લે છે. જેના સામે ભારે વિરોધ પણ શરૂ થઈ રહ્યો છે.

સિદ્ધપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું વિવાદીત નિવેદને ભારે ચર્ચા થઈ રહી છે તેમણે કહ્યું કે, ‘આપણે તેમને કંઈક નવું કરવા માટે વોટ આપ્યો હતો, પરંતુ તેમણે વોટ આપીને છેતરાયા છીએ, કોઈએ એકને છેતર્યો હોય તો ઠીક છે પરંતુ તેમણે આખા દેશને ખાડામાં નાખી દીધો છે. દેશને કોઈ જ બચાવી શકે છે તો માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે અને કોંગ્રેસ પાર્ટીને જો કોઈ બચાવી શકે તો તે મુસ્લિમ પાર્ટી બચાવી શકે છે.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદી આજે મહાદેવને શરણે, જાણો સમગ્ર કાર્યક્રમ

આ ઉપરાંત ચંદનજી ઠાકોરે જણાવ્યું કે, હું આનું એક જ ઉદાહરણ આપું, એનઆરસીના મુદ્દે મારી સોનિયા ગાંધી, મારા રાહુલ ગાંધી અને મારી પ્રિયંકા ગાંધી રોડ પર આવી. 18 પ્રકારના પક્ષો હતા, પરંતુ એક પક્ષે મુસ્લિમ સમાજ માટે આજીજી કરી નથી તે મુસ્લિમ સમાજની તરફેણમાં નથી. આ એક માત્ર પક્ષ છે જે તમારા માર્ગે ચાલે છે, તમારું રક્ષણ કરે છે. ચૂંટણી સમયે આ પ્રકારનું નિવેદન વધુ આગળ વધશે તે નવાઈ નથી.

જોકે, આ વિવાદીત નિવેદન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તીખી ટિકા કરી છે. તેમણે ચંદનજી ઠાકોરનો આ વીડિયો પોસ્ટ કરીને લખ્યુ છે કે, શરમજનક શબ્દો. હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે તેમને હારથી કોઈ નહીં બચાવી શકે. આ ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ નિવેદનની ટીકા કરી છે.

Back to top button