મનોરંજન

ફેશન શોમાં ટ્રોલ થઇ ભૂમિ પેડનેકર, યુઝરે કહ્યું ‘ ક્યાં સુધી શ્વાસ રોકી રાખશો ‘

Text To Speech

અભિનેત્રી ભૂમિ પેડનેકર હાલ સોશિયલ મીડિયામાં ચર્ચા પર છે. અભિનેત્રીનો એક વિડીયો વાયરલ થયો છે. જેને જોઇને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર દરરોજ તેની તસવીરો અને વીડિયો વાયરલ થાય છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. ઘણી વખત ભૂમિ પોતાની તસવીરોને કારણે ટ્રોલ પણ થાય છે. ભૂમિએ હાલમાં જ એક ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું, જેમાં તે તેના લુક અને વોકને કારણે ટ્રોલ થઈ રહી છે.

વિડીયો જોયા બાદ યુઝરે કહ્યું- ‘ક્યાં સુધી શ્વાસ રોકી રાખશો’, ભૂમિએ ICW 2023માં વરુણ બહેલ માટે રેમ્પ વોક કર્યું હતું. તેણે ગોલ્ડન કલરનો થાઈ-હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોને ભૂમિની આ સ્ટાઇલ પસંદ આવી રહી છે તો કેટલાક લોકો તેને તેના ચાલવાની રીતને કારણે ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

એક યુઝરે લખ્યું- ‘તમે કેટલા સમય સુધી તમારા શ્વાસ રોકી રાખશો’. જ્યારે બીજાએ લખ્યું- ‘ આત્મવિશ્વાસ કેમ ઓછો છે ‘. કેટલાક લોકો અભિનેત્રીનો મજાક બનાવી રહ્યા છે. અભિનેત્રીના ડ્રેસ પર એક યુઝરે લખ્યું કે તેનો ડ્રેસ લોંગ છે. અને તે રસ્તો સાફ કરીને આવી રહી છે.જયારે બીજાએ લખ્યું ‘ હું તમારી કરતા સારી રીતે ચાલી રહ્યો છું. મારા રુટીન લાઈફમાં’

આ પણ વાંચો : સાઉથના સુપરસ્ટાર પ્રભાસનું ફેસબુક પેજ થયું હેક, અભિનેતાએ કહ્યું…

Back to top button