‘ભૂલ ભુલૈયા 3’નું ટીઝર રીલીઝ, મંજુલિકા અને રુહ બાબા વચ્ચે થશે તાંડવ


- આખરે ‘ભૂલ ભુલૈયા 3’નું ટીઝર રીલીઝ થઈ ચૂક્યું છે. આ ટીઝરમાં રુહબાબા અને મંજુલિકા વચ્ચે ફરી એક વાર ધમાસાણ જોવા મળશે
HD ન્યુઝ ડેસ્કઃ વર્ષ 2024 ની મચ અવેઈટેડ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3‘ને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ છે. દરેક વ્યક્તિ તેની રીલીઝની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન મેકર્સે ફિલ્મનું સસ્પેન્સથી ભરપૂર ટીઝર રીલીઝ કર્યું છે. ટીઝરમાં કાર્તિક આર્યન અને વિદ્યા બાલન વચ્ચે ધમાસાણ જોવા મળે છે. આ જોઈને ચાહકોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે.
‘ભૂલ ભુલૈયા 3’નું ટીઝર જબરદસ્ત
ટીઝરની શરૂઆતમાં બેકગ્રાઉન્ડમાં મંજુલિકા તરીકે વિદ્યા બાલનનો અવાજ સંભળાય છે. ત્યારબાદ કાર્તિક આર્યનનો અવાજ બેકગ્રાઉન્ડમાંથી સંભળાય છે, શું લાગ્યું? વાર્તા પૂરી થઈ ગઈ છે… દરવાજા તો એટલે બંધ થાય છે, જેથી એક દિવસ ફરી ખુલી શકે. વીડિયોમાં એક ડરામણી હવેલી અને તેના દરવાજા પર એક રહસ્યમયી તાળું જોવા મળે છે.
View this post on Instagram
વિદ્યા બાલન કાળી સાડી પહેરીને મંજુલિકાના અવતારમાં જોવા મળે છે, જે હાથમાં સિંહાસન પકડીને જોરથી બૂમો પાડે છે. કાર્તિક આર્યન ફરી એકવાર રૂહ બાબા બનીને મંજુલિકા સામે લડતો જોવા મળે છે. ટીઝરમાં તૃપ્તિ ડિમરીની ઝલક પણ જોવા મળે છે. ટીઝરમાં આપણે બંગાળી પૂજા, મોટા ઝુમ્મર અને ડરામણા સેટની ઝલક જોઈ શકીએ છીએ. તો પ્રસિદ્ધ ગીત ‘તેરી આંખે ભૂલ ભુલૈયા…’ના આઇકોનિક ટોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એકંદરે ભૂલ ભૂલૈયા 3 નું આ 1 મિનિટ 46 સેકન્ડનું ટીઝર દર્શકોનો ઉત્સાહ વધારવા માટે પૂરતું છે.
બે ફિલ્મો ટકરાશે
આ ફિલ્મનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, તૃપ્તિ અને વિદ્યા બાલન ઉપરાંત માધુરી દીક્ષિત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રીલીઝ થશે. અજય દેવગનની મલ્ટિસ્ટારર ફિલ્મ સિંઘમ અગેઈન પણ દિવાળી પર રીલીઝ થશે. આવી સ્થિતિમાં બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મો વચ્ચે ક્લેશ જોવા મળશે.
આ પણ વાંચોઃ IIFAમાં ધૂમ મચાવવા બોલિવૂડ સ્ટાર્સ તૈયાર, 25 વર્ષમાં ફક્ત એક વાર ભારતમાં થઈ છે સેરેમની