કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગ

34 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભૂજના બસ સ્ટેન્ડનું 26મી ડિસેમ્બરે લોકાર્પણ

Text To Speech

ભૂજ, 25 ડિસેમ્બર: 34 કરોડના ખર્ચે તૈયાર થયેલ ભૂજનું આઇકોનિક બસ પોર્ટની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આ તમામની આતુરતાનો આવતી કાલે અંત આવશે. કચ્છીયતની થીમ પર તૈયાર કરેલ બસ પોર્ટને આવતી કાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે. આ બસ પોર્ટનું 2017માં પીએમ મોદીએ વર્ચ્યુઅલી ભૂમિ પૂજન કર્યું હતું. ભૂજનું બસ પોર્ટ એટલું અદ્ભુત બનાવ્યું છે કે પહેલી નજરે એવું લાગે છે કે આ બસ પોર્ટ નહી પરંતુ એરપોર્ટ છે.

ભૂજ બસ પોર્ટમાં આધુનિક સુવિધાઓ

એસ.ટી.ના વિભાગીય કચેરી નિયામક વાય.કે.પટેલે નવા આઇકોનિક બસ પોર્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભૂજમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આઇકોનિક બસ ટર્મિનલ ફેસેલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પીપીપી પ્રોજેક્ટ હેઠળ આઇકોનિક બસ પોર્ટ આકાર પામ્યું છે. આ આઇકોનિક બસ પોર્ટ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની ઈમારત મળીને કુલ 20,760 સ્કેવરફૂટમાં નિર્માણ પામ્યું છે. આ પોર્ટમાં બસ માટે 15 પ્લેટફોર્મ, વેઈટીંગ રૂમ, ફૂડકોર્ટ અને વોલ્વો બસ વેઇટિંગ રૂમ, લેડીસ અને જેન્ટ્સ માટે અલગ અલગ વ્યવસ્થાઓ તેમજ આધુનિક તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

બસ પોર્ટમાં મળી રહેશે પાર્કિંગની સુવિધા

  • અન્ડર ગ્રાઉન્ડ પે પાર્કિંગની સુવિધા, જેમાં 400 વાહનો પાર્ક કરી શકાશે.
  • 250થી વધુ લોકોને સમાવી શકાય એવો વિશાળ હોલ, જે કોઈ પણને ભાડેથી મળશે.
  • રેસ્ટોરન્ટ તેમજ 4 જેટલા મલ્ટીપ્લેક્સ સિનેમાઘર
  • શોપિંગ સેન્ટર: 250 જેટલી નાની – મોટી દુકાનો

6 વર્ષે તૈયાર થયું કચ્છીયતની થીમ પર બસ પોર્ટ

34 કરોડના ખર્ચે તૈયાર થયેલ આઇકોનીક બસ પોર્ટનું 22 મે 2017ના રોજ ભૂજના આઈકોનિક બસ પોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભચાઉથી ઈ-શિલાન્યાસ કર્યું હતું. 6 વર્ષ બાદ હવે 2023માં આ આઇકોનિક બસ પોર્ટનું કાર્ય પૂર્ણ થયું છે અને હવે તેનું લોકાર્પણ આવતી કાલે (26 ડિસેમ્બર) સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે. આ બસ પોર્ટ પર દરરોજની 1000 જેટલી બસની અવરજવર રહેશે અને 20000થી 25000 જેટલા મુસાફરોની આવનજાવન રહેશે.

આ પણ વાંચો: ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો દબદબાભેર પ્રારંભ: મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત

Back to top button