ભુજ: “વસંત પંચમી” ની ઊજવણી ગૌ સંગ સત્સંગ કરી ઉજવી


ભુજ ૩ ફેબ્રુઆરી: ૨૦૨૫: “વસંત પંચમી” અને પાછો “રવિવાર” એની રજાનોની સેવા સત્સંગથી બખૂબી રીતે ઉજવી. ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિએ “ગોપાલનાથ કાકુનાથ નાથબાવા (ગોપાલ ચીક્કી વાળા)” તથા એમના જ “બનેવી “લાધુનાથ દાદુનાથ નાથબાવા” ના આર્થિક સહયોગથી મુન્દ્રા તાલુકાના ગામ (મોટી ભુજપુર પાંગળાપોળ) ખાતેનાં ગૌધનોને (૧૬,૦૦૦ કિલો લીલી મકાઈનો ઘાસચારો) નિરણ કરાવ્યો હતો.
આ નિરણ મહોત્સવ સાથે સાથે રસ્તા પર આવતાં ઓવરબ્રીજમાં પક્ષી ચકલીઓને જુવારના ચણનું નિરણ અને રસ્તામાં આવતા વાડી વિસ્તારમાંની સીમમાં રખેવાળી કરતાં શ્વાનોને ગાયનું દૂધ સાથે ગોળ વાળી રોટલી – રોટલાઓ નિરણ કર્મ સેવા શ્રમયજ્ઞમાં પરીશ્રમી પુરૂષાર્થ આહૂતિ આપનાર બન્ને દાતાઓના પરીવારજનો સાથે બાળગોપાલકો :- (દક્ષનાથ હીરેનનાથ નાથબાવા શિવમ રબારી) તથા સમિતિના સક્રિય ગૌસેવકો સિનિયર સિટીઝન :- અનિલભાઈ “શંભુભાઈ” કક્કડ (ઠક્કર), દીનેશભાઈ ઠક્કર, નવીનભાઈ માહેશ્વરી, રાજેશભાઈ માહેશ્વરી, યંગ જનરેશન :- જયદેવસિંહ રાયજાદા, દીપક નંદા, વિનેશભાઈ સચદે, અંકિત માહેશ્વરી, સચીનભાઈ ગણાત્રા સાથે મિડિયા કન્વીનર પંકજકુમાર વ્યાસે યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો..નશાબંધી કમિશનર ડિંડોરની લેવિશ ફેરવેલ પાર્ટી, ‘નશાયુક્ત’ નઝરાણાની પેશગી