ભુજઃ 4,00,000ની લાંચ માંગવાના કેસમાં તલાટી સહિત બેની ધરપકડ
ભુજ, 22 સપ્ટેમ્બર, 2024: કચ્છ જિલ્લાના કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા અન્ય એકની ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા ધકપકડ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા ધકપકડ કરવામાં આવી છે. આ બંને ઉપર કુલ રૂ.4,00,000 (ચાર લાખ રૂપિયા)ની લાંચ માગવાનો આરોપ હતો જે પૈકી એક ત્રીજી વ્યક્તિના માધ્યમથી રૂ. 2,00,000 ની લેતીદેતી દરમિયાન ઝડપાઈ ગયા હતા.
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એ.સી.બી.) દ્વારા જારી યાદી અનુસાર એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે કરવામાં આવેલી ફરિયાદને આધારે લાંચ માગવાના આરોપસર કુકામા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વાઘસિંહ તેજસિંહ વાઘેલા તથા આ લેતીદેતીમાં મદદ બદલ નિરવભાઈ વિજયભાઈ પરમારની અટકાયત કરવામાં આવી હતી. એ.સી.બી.ને મળેલી ફરિયાદને આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને શિવસાગર નાસ્તા સેન્ટર(દાબેલી લારી) કુકમા ગામે બસ સ્ટેશન પાસે, ભુજ –કચ્છ ખાતે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા.
ગુનાની ટુંક વિગત આપતી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આ કામના ફરીયાદીના કુકમા ખાતે આવેલા મકાનની આકારણી દાખલ કરાવા સારૂ ફરિયાદીએ આક્ષેપિત નંબર (૧) તથા (૨) નો સંપર્ક કર્યો ત્યારે આક્ષેપિત નંબર (૧) તથા આક્ષેપિત નંબર(૨)નાઓએ ફરિયાદી પાસે આ કામ કરી આપવાના અવેજ પેટે રૂપીયા ૪,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી અને તે પેટે એડવાન્સમાં પચાસ ટકા લેખે રૂા.૨,૦૦,૦૦૦/- આજરોજ (22 સપ્ટેમ્બર, 2024) આપવાનો વાયદો કર્યો હતો. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઈ ફરિયાદીએ કચ્છ(પશ્વિમ) એ.સી.બી. પોલીસ સ્ટેશન, ભુજનો સંપર્ક કરી ફરીયાદ કરતા આજરોજ ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલા લાંચના છટકા દરમ્યાન ફરિયાદી પાસેથી આક્ષેપિત નંબર (૧) અને (૨)ના કહેવાથી લાંચના નાણાં આક્ષેપિત નંબર(૩) નાએ જે નિયમિત રીતે આક્ષેપિત (૧) અને (૨) વતી નાણાં સ્વીકારતા હોય છે તેમણે હેતુલક્ષી વાતચીત કરી, સ્વીકારી ગુનામાં એકબીજાની મદદગારી કરી આક્ષેપિત નંબર(૧) તથા આક્ષેપિત નંબર(૩) પકડાઇ ગયા હતા અને આક્ષેપિત નંબર(૨) જે હજુ મળી આવેલા નથી. આ કામગીરી ટ્રેપિંગ અધિકારી એલ.એસ.ચૌધરીએ પાર પાડી હતી તેમ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર, કચ્છ(પશ્વિમ) એ.સી.બી.પો.સ્ટે, ભુજની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ આણંદમાં જિલ્લાના પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાયું