ગુજરાત

ભૂજઃ જુના રૂદ્રમાતા બ્રીજ ઉપર દ્વીચક્રી સિવાયના વાહનો માટે ત્રણ દિવસ પ્રતિબંધ

ભૂજ 15 ફેબ્રુઆરી 2024 : કચ્છ જિલ્લા મધ્યેના રાષ્ટ્રીય ઘોરીમાર્ગ-341 ભુજ-ખાવડા-ધર્મશાળા રોડ પર હયાત જુનો રૂદ્રમાતા મેજર બ્રીજમાં ભૂજથી ખાવડા તરફ જતાં બ્રીજના સ્પાન-2 માં જમણી બાજુના ગર્ડરમાં ઉભી તિરાડ પડી હતી. આ જર્જરિત થયેલા પુલના રીપેરીંગ માટે રીપેરીંગની તમામ કામગીરી તા.15.12.2023ના પૂર્ણ કરાઈ હતી. તા.05/02/2024 વાળાથી લોડ ટેસ્ટીંગની કામગીરી માટે તા.06/02/2024 થી તા.12/02/2024 સુધી હંગામી ધોરણે 50 ટન સુધીની ક્ષમતા વાળા વાહનોને પરવાનગી આપવા તથા ભારે/અતિભારે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો હતો.

દ્વીચકી વાહનો સિવાયના તમામ વાહનો માટે વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ 

આ જર્જરિત પુલ તા.13/02/2024 પુલ રીપેરીંગ કામગીરી પૂર્ણ થયા બાદ હાથ ધરાયેલી લોડ ટેસ્ટીંગની પ્રક્રિયા ચાલુમાં છે બાકી લોડ ટેસ્ટીંગની કામગીરી પૂર્ણ કરવા જાહેરહીતમાં અને ટ્રાફીકના જાનમાલની સલામતીની દ્વષ્ટીએ પુલ ઉપરથી તા. 16/02/2024 ના રાત્રીના 12:00 કલાક સુધી ફકત હંગામી ધોરણે 50 ટનની ક્ષમતા વાળા વાહનોને આ પુલ ઉપરથી પસાર કરવા બાબતના જાહેરનામાની અવધી વધારવા તથા તા.17/02/2024 ના રાત્રીના 00:00 કલાકથી તા 19/02/2024 ના સવારના 10:00 કલાક સુધી દ્વીચકી વાહનો સિવાયના તમામ વાહનો માટે વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરવા જાહેરનામું કરવા તથા તા.19/02/2024 ના સવારના 10:00 કલાકથી તા. 20/02/2024 ના રાત્રીના 12:00 કલાક સુધી ફકત હંગામી ધોરણે 50 ટનની ક્ષમતા વાળા વાહનોને આ પુલ ઉપરથી પસાર કરવા બાબતના જાહેરનામાની અવધી વધારવા દરખાસ્ત રજુ કરવામાં આવી  છે.

આ વૈકલ્પિક રસ્તા પરથી અવર-જવર કરી શકાશે

રૂદ્રમાતા મેજર બ્રીજમાં  પ્રતિબંધિત કરવા પાત્ર રસ્તો પ્રતિબંધ થતાં અન્ય વૈકલ્પિક રસ્તામાં ભુજથી નાગોર-રાયધણ૫૨-વ૨નોરા નાના-ઝીકડી-લોડાઈ-ધ્રંગ-કુનરીયા જંકશન વાળા સ્ટેટ હાઇવે ઉપરથી ભારે/અતિ ભારે વાહનો સહિત તમામ વાહનો આવ-જા કરી શકશે. ભુજથી નખત્રાણા-નિરોણા-લોરીયા વાળા રસ્તા પરથી ભારે/અતિભારે વાહનો સિવાયના તમામ વાહનો આવ-જા કરી શકશે તેમજ ભુજ-નખત્રાણા-હાજીપીર-ખાવડા માર્ગ તમામ વાહનો આવ-જા- કરી શકશે.

એક સમયે એક સ્પાન ઉપ૨થી ફકત એક જ વાહન પસાર ક૨વાના રહેશે

તા.16/02/2024ના રાત્રીના 12:00 કલાક સુધી, તા.19/02/2024ના સવારના 10:00 કલાક થી તા. 20/02/2024ના રાત્રીના 12:00 કલાક સુધી પુલ ઉપરથી પરવાનગી પાત્ર વાહનોમાં 50 ટન સુધીના દ્વિચક્રી, પેસેન્જર કા૨, નાની – મોટી બસ, ઈમરજન્સી સરકારી વાહન મુકિત પાત્ર મહત્તમ એક્ષલના નં.2 અને 4 ચાર એક્ષલવાળા સિંગલ તથા ડબલ બોડીવાળા તમામ વાહનોને બ્રીજ ઉપરથી એક સમયે એક ગાળા (સ્પાન) ઉપ૨થી ફકત એક જ વાહન પસાર ક૨વાના રહેશે.

આ પણ વાંચો : ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલના ટેક્સ પેટે બે વર્ષમાં 39 હજાર કરોડ રૂપિયા આવક થઈ

Back to top button