બોપલ હત્યા કેસઃ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મૃતકના પિતાને સાંત્વના પાઠવી
અમદાવાદ, ૧૪ નવેમ્બર, અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. હવે બોપલ ખાતે બનેલા હત્યાના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા પંકજભાઈ જૈન સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ટેલીફોનીક વાત કરી શોક વ્યક્ત કર્યો છે. વિકાસ સહાયે કહ્યું કે, ગુનેગાર ભલે પોલીસ કર્મી હોય પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન થશે. મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી।
બોપલ ખાતે બનેલા હત્યાના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા પંકજભાઈ જૈન સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ટેલીફોનીક વાત કરી શોક વ્યક્ત કર્યો છે. વિકાસ સહાયે મૃતક યુવાનના પિતાને આશ્વાસન આપ્યું છે કે, ગુનેગાર ભલે પોલીસ કર્મી હોય પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન થશે. ગુનેગાર પોલીસ કર્મી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર કેસની ચાર્જશીટ કરવામાં આવશે. પોલીસ કર્મી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો તે વાતનો ખેદ વ્યક્ત કરી શ્રી વિકાસ સહાયે મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી છે. આ હત્યાના આરોપી વિરેન્દ્રસિંહની 13 નવેમ્બરે પંજાબની સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો…બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં જમીનની વેલ્યુએશન આધારે પ્રીમિયમ વસુલાતની મંજૂરી કલેક્ટર આપી શકશે