ટ્રેન્ડિંગમનોરંજન

Bhool Bhulaiyaa 3/ દિલજીત અને પીટબુલનો કોલાબ, કાર્તિક આર્યનની ફિલ્મનો ટાઈટલ ટ્રેક વાયરલ

Text To Speech

મુંબઈ – 15 ઓકટોબર :બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘Bhool Bhulaiyaa 3’ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંથી એક બનવા જઈ રહી છે. મોટા પડદા પર તેની ટક્કર રોહિત શેટ્ટીની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેન’ સાથે થશે. આ વખતે દિવાળી પર કાર્તિક આર્યન અને અજય દેવગનનો જાદુ મોટા પડદા પર જોવા મળશે.

આટલી મોટી ટક્કર છતાં, ‘ભૂલ ભૂલૈયા‘ના નિર્માતાઓ તેમની ફિલ્મને શાનદાર બનાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. તાજેતરમાં, ફિલ્મના ટાઈટલ ટ્રેકનું એક વીડિયો ટીઝર સામે આવ્યું છે જેમાં પ્રખ્યાત ગાયક દિલજીત દોસાંઝ અને આંતરરાષ્ટ્રીય ગાયક પિટબુલે ગીતને સુપરહિટ બનાવવા માટે કોલૈબોરેશન કર્યું છે.

દિલજીત-પીટબુલ અને નીરજ શ્રીધરનો કોલાબ
આ હોરર-કોમેડીનું ટ્રેલર રિલીઝ થઈ ત્યારથી જ દર્શકોમાં તેનો ભારે ક્રેઝ છે. હવે, ચાહકોની એક્સાઈટમેન્ટ બમણી કરીને, નિર્માતાઓએ તેના ટાઈટલ ટ્રેકનું ટીઝર રિલીઝ કર્યું છે, જે પ્રથમ બે ફિલ્મોની જેમ જ આકર્ષક છે. આ ગીતમાં ગાયક નીરજ શ્રીધરનો અવાજ છે જેણે પહેલા બે ટાઈટલ ટ્રેક ગાયા છે. ગીતને જબરદસ્ત ટ્વિસ્ટ આપવા માટે દિલજીત દોસાંઝ અને પીટબુલે પણ પોતાનો અવાજ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

ગીતનું નામ છે હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે રામ. તેનું સંગીત પ્રીમત અને તનિષ્ક બાગચીએ આપ્યું છે. તેના અંગ્રેજી લીરિક્સમાં પિટબુલનો અવાજ છે. નીરજ શ્રીધર અને દિલજીત હિન્દી વર્ઝનમાં ગાતા સાંભળવામાં આવે છે. કાર્તિક આર્યને ગીતનો ટીઝર વીડિયો શેર કર્યો છે જેને ભૂષણ કુમારની ટી-સિરીઝ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.

ચાહકોનો પ્રતિસાદ જબરદસ્ત છે
ગીતના બીટ્સ આંતરરાષ્ટ્રીય સંગીતને મિક્સ કરીને બનાવવામાં આવ્યા છે, જે સાંભળવામાં ખૂબ જ રોમાંચક છે અને તેને સાંભળતા જ તમારા પગ થીરકવા લાગશે. ચાહકો પણ આ ગીતને સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સોંગનું ટીઝર જોતા જ ચાહકો પીટબુલ, દિલજીત અને નીરજના વખાણ કરી રહ્યા છે. ચાહકો માને છે કે આ ગીત આ વર્ષનું સુપરહિટ ટ્રેક હશે. ફિલ્મ વિશે વાત કરીએ તો, ભૂલ ભૂલૈસા 3 આ વર્ષે 1 નવેમ્બરે એટલે કે દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : રજનીકાંતના ગીત પર સાડી પહેરેલી વિદેશી યુવતીઓનો અદ્ભૂત ડાન્સ: જૂઓ વીડિયો

Back to top button