ટ્રેન્ડિંગમનોરંજન

bhool bhulaiyaa 3/ કાર્તિક આર્યનની ફિલ્મે બનાવ્યો 2024નો સૌથી મોટો રેકોર્ડ

Text To Speech

મુંબઈ – 3 ઓકટોબર :  કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ને લઈને ચાહકો ઉત્સુક બની રહ્યા છે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ સમય છે તેમ છતાં ફિલ્મે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ફિલ્મના પોસ્ટર અને ટીઝરે પહેલાથી જ ચાહકોમાં ઉત્સાહ જગાડ્યો છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મ તેની રિલીઝ પહેલા જ સૌથી વધુ અપેક્ષિત ભારતીય ફિલ્મ બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)


IMDbએ એવોર્ડ આપ્યો
હવે IMDb એ પણ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ પર તેની મંજૂરીની મહોર લગાવી દીધી છે. આ ફિલ્મ વર્ષ 2024ની સૌથી અપેક્ષિત ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની રીલિઝ પહેલા, કાર્તિકે આ એવોર્ડ મેળવતા તેની એક્સાઈટમેન્ટ સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે શેર કરી હતી. ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે, અભિનેતાએ લખ્યું – ‘IMDb મોસ્ટ અપેક્ષિત હિન્દી મૂવી ભૂલ ભૂલૈયા 3. રૂહુ બાબા vs મંજુલિકા. આ દિવાળી પર આવી રહી છે.

કાર્તિક હાથમાં ટોર્ચ લઈને દોડ્યો, મંજુલિકા બૂમો પાડતી રહી
કાર્તિક દ્વારા શેર કરવામાં આવેલ આ ફિલ્મના પોસ્ટરમાં, અભિનેતા હાથમાં ટોર્ચ લઈને રૂહ બાબાના લુકમાં દોડતો જોવા મળે છે જ્યારે મંજુલિકા બેકગ્રાઉન્ડમાં ચીસો પાડતી જોવા મળે છે. આ ફિલ્મ અનીસ બઝમી દ્વારા નિર્દેશિત છે અને તેમાં કાર્તિક આર્યન, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મમાં માધુરી અને વિદ્યા વાલન એક ડાન્સ ફેસઑફ જોવા મળશે.

આ ફિલ્મના અત્યાર સુધીમાં બે ભાગ આવી ચૂક્યા છે. પહેલો ભાગ ‘ભૂલ ભુલૈયા’ વર્ષ 2007માં આવ્યો હતો જ્યારે ‘ભૂલ ભુલૈયા 2’ વર્ષ 2022માં આવ્યો હતો. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી અને મેકર્સને અમીર બનાવી દીધા હતા. હવે સ્ટારકાસ્ટ અને નિર્માતાઓમાં ‘ભૂલ ભુલૈયા 3’ વિશે ઘણી અપેક્ષાઓ છે.

આ પણ વાંચો : PM Kisan Yojana: 5 ઓક્ટોબરે આવશે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો, લાભાર્થીમાં તમારું નામ છે કે નહીં આ રીતે કરો ચેક

Back to top button