ભૂલ ભુલૈયા 3 OTT પર આવવા માટે તૈયાર, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે ફિલ્મ
- ભૂલ ભુલૈયાની ત્રણેય સિક્વલ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે, ફિલ્મની રિલીઝને એક મહિનો થઈ ગયો છે
મુંબઈ, 7 ડિસેમ્બર: કાર્તિક આર્યન દિવાળી પર હોરર-કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયા 3 સાથે આવ્યો હતો. આ ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ છે અને ભૂલ ભુલૈયાની ત્રણેય સિક્વલ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે. ભૂલ ભૂલૈયા 3ની રિલીઝને એક મહિનો થઈ ગયો છે અને તે હજી પણ થિયેટરોમાં પ્રભુત્વ ધરાવે છે. એક મહિના સુધી સિનેમાઘરોમાં ધમાલ મચાવ્યા બાદ આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
Hindi film #BhoolBhulaiyaa3 will premiere on Netflix India on December 27th. pic.twitter.com/n5mDThBX5K
— Streaming Updates (@OTTSandeep) December 5, 2024
ફિલ્મ ક્યારે OTT પર રિલીઝ થશે?
ભૂલ ભૂલૈયા 3ની OTT રિલીઝની વાત કરવામાં આવે તો, આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. ભૂલ ભૂલૈયા 3 નેટફ્લિક્સ પર 27મી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની OTT રિલીઝની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સિનેમાઘરો બાદ આ ફિલ્મ નવા વર્ષના અવસર પર ચાહકોને ખુશખબર આપી રહી છે. આ નવું વર્ષ અદ્ભુત બનાવવા જઈ રહ્યું છે. લોકો 27 ડિસેમ્બરથી Netflix પર ભૂલ ભુલૈયા 3 જોઈ શકશે.
ભૂલ ભુલૈયા 3માં કાર્તિક આર્યન સાથે તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. ફિલ્મમાં માધુરી દીક્ષિતનો કેમિયો છે. તેમણે પોતાના રોલથી બધાને પ્રભાવિત કર્યા છે. દરેક વ્યક્તિ તેમની એક્ટિંગના વખાણ કરવાનું બંધ નથી કરી રહી. આ ફિલ્મમાં કાર્તિક પણ નવા લુકમાં જોવા મળ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે, ભૂલ ભુલૈયા 3 સાથે સિંઘમ અગેઈન પણ દિવાળી પર રિલીઝ થઈ હતી. સિંઘમ અગેઇન ભૂલ ભુલૈયા 3ને હરાવશે તેવી અપેક્ષા હતી પરંતુ તેમ થયું નહીં. તેનાથી વિપરિત, ભૂલ ભૂલૈયા 3એ સિંઘમને ફરીથી હરાવ્યું. એક સમયે, ભૂલ ભુલૈયા 3એ સિંઘમ અગેઇન કરતા બમણી કમાણી કરી રહી હતી. હવે કાર્તિક આર્યને સિંઘમને થિયેટરમાંથી સાઇડલાઇન કરી દીધી છે. હવે તે OTT પર પણ પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે.