નેશનલમનોરંજન

બોક્સ ઓફિસ પર ચાલ્યો કાર્તિકનો જાદુઃ ‘ભૂલ ભૂલૈયા-2’એ બનાવ્યો રેકોર્ડ

Text To Speech

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા-2’ ફાઈનલી થિએટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. આ શુક્રવારે રિલીઝ થયેલી કાર્તિક-કિયારાની આ હોરર કોમેડી ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યારે ધૂમ મચાવી રહી છે. રિલીઝના પહેલા જ દિવસે ‘ભૂલ ભૂલૈયા-2’ ફિલ્મે બનાવ્યો છે એક નવો રેકોર્ડ. જી હાં, ‘ભૂલ ભૂલૈયા-2’ કાર્તિક આર્યનના બિગેસ્ટ ઓપનર ફિલ્મ સાબિત થઈ છે. ઓપનિંગ ડેના દિવસે જ કાર્તિકની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 14 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. એટલું જ નહીં ‘KGF-2’,ડૉક્ટર સ્ટ્રેન્જ-2 અને ‘RRR’ પછી ‘ભૂલ ભૂલૈયા-2’ 2022ની ચોથી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે.

કાર્તિકના કરિયરની બિગેસ્ટ ઓપનર

પહેલા દિવસે 14.11 કરોડ રૂપિયાની કમાણી
ટ્રેન એનાલિસ્ટ તરણ આર્દશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, લગભગ 75 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 14.11 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. ફર્સ્ટ વીકેન્ડમાં હજુ વધુ સારી કમાણી કરશે તેવી તરણ આદર્શે આશા વ્યક્ત કરી છે. ફિલ્મને દુનિયાભરમાં 3,829 સ્ક્રિન્સ મળી છે. તેમજ ભારતમાં તેને 3,200 અને વિદેશોમાં 629 સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી છે.

અક્ષય સ્ટારર ‘બચ્ચ્ન પાંડે’ કરતાં પણ વધારે ઓપનિંગની સાથે ‘ભૂલ ભૂલૈયા-2’ બોલિવૂડની બેસ્ટ ઓપનર ફિલ્મ પણ બની ગઈ છે. આ ફિલ્મે અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ અને આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને પછાડી દીધી છે. રિલીઝના પહેલા દિવસે અક્ષયની ‘બચ્ચન પાંડે’ ફિલ્મે 13.25 કરોડની કમાણી કરી હતી તો આલિયાની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મે 10.50 કરોડનું કલેક્શન કર્યું હતું.

‘બચ્ચ્ન પાંડે’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’થી વધુ કમાણી

એટલું જ નહીં ભુલ ભૂલૈયા-2 કાર્તિક આર્યનના કરિયરની બિગેસ્ટ ઓપનર ફિલ્મ પણ બની ગઈ છે. આ પહેલા ઓપનિંગ ડે પર કાર્તિકની ‘પ્યાર કા પંચનામા-1’એ 92 લાખ રૂપિયા, ‘પ્યાર કા પંચનામા-2’એ 6.80 કરોડ, ‘લવ આજ કલ’ ફિલ્મએ 12.40 કરોડ, ‘પતિ પત્ની ઔર વો’ ફિલ્મએ 9.10 કરોડ, ‘લુકા છુપી’એ 8.01 કરોડ, ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ ફિલ્મએ 6.42 કરોડની કમાણી કરી હતી.

Back to top button