ટ્રેન્ડિંગમનોરંજન

આખુ યુનિવર્સ લઇને આવશે ‘ભોલા’, દમદાર પાત્રોમાં  ‘સ્ટાર પાવર’

અજય દેવગણની ‘ભોલા’ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ફેન્સ વધુ ને વધુ એક્સાઇટેડ થયા છે. અજય દેવગણની એક્ટિંગના તો લોકો ફેન હતા જ, પરંતુ ‘ભોલા’માં ડિરેક્શનની કમાન પોતાના હાથમાં લીધા બાદ લોકો તેની ડિરેક્શન સ્ટાઇલના પણ પ્રશંસક બની ચુક્યા છે. ‘ભોલા’ એક ફુલ ઓન મસાલા એન્ટરટેનર છે. તે લાર્જ સ્કેલ પર બની રહી છે. તેના ટ્રેલરમાં જોવા મળેલી એક્શન સીકવન્સ જોયા બાદ લોકોના મોં ખુલ્લા રહી ચુક્યા છે. ફિલ્મમાં શાનદાર વિઝ્યુઅલ્સ અને ધમાકેદાર એક્શનનું જબરજસ્ત કોમ્બિનેશન હશે.

આખુ યુનિવર્સ લઇને આવશે 'ભોલા', દમદાર પાત્રોમાં જોવા મળશે 'સ્ટાર પાવર' hum dekhenge news

‘ભોલા’ની કહાની પણ એક્સાઇટિંગ લાગી રહી છે. અજયનો આ પ્રોજેક્ટ હિટ તામિલ ફિલ્મ ‘કૈથી’ની હિંદી રિમેક છે. ડિરેક્ટર લોકેશ કનગરાજની ‘કૈથી’ને એક કલ્ટ સ્ટેટસ મળી ચુક્યુ છે. ‘કૈથી’ ફિલ્મે સિનેમેટિક યુનિવર્સનો પાયો રાખ્યો, જેની બીજી ફિલ્મ ગયા વર્ષે આવેલી ‘વિક્રમ’ હતી. કમલ હાસન, વિજય સેતુપતિ અને ફહાદ સ્ટારર વિક્રમે વર્લ્ડવાઇડ 400 કરોડનો બિઝનેસ કર્યો, સાથે સાથે ફેન્સને એક મોટી સ્ક્રીન પર જબરજસ્ત અનુભવ પણ આપ્યો. આવી સિચ્યુએશનમાં ‘કૈથી’ની રિમેક ‘ભોલા’ને લઇને ફેન્સ એક્સાઇટેડ હોય તે સમજી શકાય તેવી વાત છે.

આખુ યુનિવર્સ લઇને આવશે 'ભોલા', દમદાર પાત્રોમાં જોવા મળશે 'સ્ટાર પાવર' hum dekhenge news

આવી રહ્યું છે ‘ભોલા’ યુનિવર્સ

‘ભોલા’ એક યુનિવર્સની શરૂઆત કરવા જઇ રહ્યુ છે તે વાત અજય દેવગણે એક ઇન્ટરવ્યુમાં કન્ફર્મ કરી છે. અજયે કહ્યુ કે ‘ભોલા’ એક એવી જગ્યાએ પુરી થાય છે, જ્યાં તમને લાગે છે કે તેનો બીજો પાર્ટ પણ હશે. આ સેકન્ડ પાર્ટ ‘વિક્રમ’ જેવો અથવા કોઇ એડોપ્ટેશન નહીં હોય, કેમકે અમે અલગ પ્રકારના નવા પાત્રોને લાવી રહ્યા છે. તે કન્ટીન્યુ થશે. અત્યારે અમારો એજ એપ્રોચ છે.

‘ભોલા’ યુનિવર્સમાં અભિષેક બચ્ચન અને સલમાન ખાન?

‘ભોલા’ માટે અલગ અલગ સ્ટાર્સના નામ પણ સામે આવી રહ્યા છે, દબંગ સ્ટાર સલમાન ખાન પણ તેમાં સામેલ છે. ગયા વર્ષે નવેમ્બરમાં એવુ કેટલાય સુત્રોએ જણાવ્યુ હતુ કે સલમાન ખાન ‘ભોલા’માં એન્ટ્રી કરવાનો છે. સલમાન તેની સિક્વલમાં પણ દેખાઇ શકે છે. અજય હાલમાં આ પ્રોજેક્ટને ત્રણ પાર્ટની ફ્રેન્ચાઇઝીની જેમ ડેવલોપ કરી રહ્યો છે. એક અન્ય રિપોર્ટમાં એવુ પણ કહેવાયુ હતુ કે અભિષેક બચ્ચનનો ‘ભોલા’માં એક કેમિયો છે. તે નેગેટિવ ભુમિકા ભજવવાનો છે. ફેબ્રુઆરીમાં જ્યારે અજયે ‘ભોલા’નો એક પ્રોમો શેર કર્યો તો ફિલ્મમાં એક વિલનને લઇને ટ્વિટરના લોકો લગભગ કન્ફર્મ હતા કે અભિષેકનું આ જ પાત્ર છે.

Back to top button