ટ્રેન્ડિંગનેશનલ

ભીલવાડામાં સગીરા સાથે ગેંગરેપ અને હત્યાની તપાસ માટે ભાજપે કમિટી બનાવી

Text To Speech

રાજસ્થાનના ભીલવાડામાં એક સગીરા પર બળાત્કાર અને પછી હત્યાની ઘટનાએ માત્ર રાજ્યને જ નહીં પરંતુ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. હત્યા બાદ મૃતદેહને કોલસાની ભઠ્ઠીમાં સળગાવવાની આ ઘૃણાસ્પદ ઘટનાને દરેક લોકો વખોડી રહ્યા છે. ભાજપે સમગ્ર ઘટનાની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ભાજપના ચાર મહિલા સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સાંસદોને સમિતિમાં સામેલ કરવામાં આવ્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ભીલવાડાની આ ઘટનાની નિંદા કરી છે. આ સાથે તેમણે રાજસ્થાનમાં કથિત અત્યાચાર અને અપરાધોના વધી રહેલા મામલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. જેપી નડ્ડાએ ભીલવાડા ઘટનાની તપાસ માટે ચાર મહિલા સાંસદોની એક સમિતિ બનાવી છે, જેમાં સરોજ પાંડે, રેખા વર્મા, કાંતા કર્દમ, લોકેટ ચેટર્જીનો સમાવેશ થાય છે. આ કમિટી ઘટનાસ્થળની મુલાકાત લેશે અને ઘટનાનો સંપૂર્ણ રિપોર્ટ જેપી નડ્ડાને સોંપશે.

Bhilwara gangrape and murder case
Bhilwara gangrape and murder case

ગેંગરેપ બાદ સગીરાને ભઠ્ઠીમાં સળગાવી

બુધવારે જિલ્લાના કોટરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી હતી. સાંજ સુધી પુત્રી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ ગ્રામજનો સાથે મળીને શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન રાત્રે 10 વાગે પીડિતાના માતા-પિતાએ ગામથી 1 કિલોમીટર દૂર ખેતરમાં કોલસાની ભઠ્ઠી સળગતી જોઈ. શંકાના આધારે ત્યાં પહોંચતા સગીરાનું જૂતું મળી આવ્યું હતું. આ અંગે જ્યારે ભઠ્ઠી પર હાજર આરોપીઓની પૂછપરછ કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે સગીરા પર સામૂહિક બળાત્કાર કરીને તેને સળગાવી દેવામાં આવી હતી.

અંગારાની વચ્ચે સગીરા હાડકાં મળી આવ્યા

આરોપીઓના કહેવા પર ભઠ્ઠીમાં શોધખોળ કરવામાં આવી હતી, જેમાં ચાંદીની બંગડી અને કેટલાક હાડકાં મળી આવ્યા હતા, પરંતુ સગીરાનો મૃતદેહ ક્યાં છે તે પ્રશ્ન હતો. પોલીસે પ્રથમ દિવસે ચાર આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓએ સગીરાના શરીરનો અડધો બળી ગયેલો ભાગ 2 કિમી દૂર તળાવમાં ફેંકી દીધો હતો.

Back to top button