ગુજરાત

ભેજાબાજો એ આ રીતે ફ્લિપ કાર્ટનું પણ 31.55 લાખનું કરી નાખ્યું

Text To Speech

જંબુસરમાં ઇ-કોમ એક્સપ્રેસના સંચાલકે તેના ત્રણ મળતીયા સાથે મળી ફ્લિપ કાર્ટ પરથી AMD કમ્પ્યૂટરના 96 પ્રોસેસર મંગાવી પાર્સલોમાંથી કાઢી લઈ કંપની સાથે રૂ.31.55 લાખની ઠગાઈ કરી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા એ પ્રકારની ભેજાબાજી સામે આવી કે પોલીસ પણ દંગ રહી ગઇ. તમે પણ ચેતતા રહો કારણ કે આવા ભેજાબાજો તો તમામ જગ્યાએ ઉપ્લબ્ધ છે જ.

વાત જાણે એમ છે કે, ભારૂચનાં જંબુસરમાં ઇ-કોમ એક્સપ્રેસ લિમિટેડનું ડિલિવરી સેન્ટર આવેલું છે. જેનો હેડ આદિલ મહંમદ શેખ હતો. સુરતથી ફ્લિપ કાર્ટના વેર હાઉસમાંથી આવતાં પાર્સલ સુરત ઇ-કોમ દ્વારા જંબુસર સેન્ટર ઉપર મોકલાતા હતા. છેલ્લા 4થી 5 મહિનાથી ફ્લિપ કાર્ટનાં પાર્સલો ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબરનાં કારણે રિટર્ન થતાં હતાં. જે રીટેપ કરેલાં પાર્સલો ઇ-કોમના સ્ટેટ હેડ એલપ્પા કોકીટકર, રિજનલ મેનેજર સુવિર નયર અને સિક્યુરિટી એન્ડ વોશ ઓફિસર અંકિત શ્રીવાસ્તવ જંબુસર સેન્ટર પર ગયાં હતાં, જેમાં તપાસમાં સેન્ટર હેડ આદિલ શેખ સુરતના તેના બે મિત્ર સુરેશ મારવાડી, કાર્તિક અને ઝાડેશ્વરના જયકુમાર રાણા સાથે મળી રૂપિયા કમાવવા પાર્સલોમાંથી પ્રોસેસરો કાઢી લેતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

બે મહિનામાં જ આ ટોળકીએ AMDના 96 રાઈઝેન પ્રોસેસર મંગાવી પાર્સલોમાંથી કાઢી લીધાં હતાં. જે પાર્સલો રીટેપ કરી ફરી કંપનીમાં ખાલી મોકલી આપ્યાં હતાં. ઇકોમ કંપનીના ઓફિસરે સેન્ટર હેડ અને તેના 3 મળતીયા સામે 96 પ્રોસેસર કાઢી લેવા અંગે રૂ. 3155606ની ઠગાઈની જંબુસર પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.

Back to top button