Bhavnagar : યુવરાજસિંહની તબિયત લથડી, પોલીસ પાસે માંગ્યો આટલો સમય
ડમીકાંડ મામલામાં યુવરાજસિંહ પર નામ ન લેવા માટે પૈસા લેવાનો આરોપ લાગ્યો હતો જે બાદ આ મામલે ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવવામા આવ્યું હતું. યુવરાજસિંહ જાડેજાએ આ મામલે પોતાની ધરપકડ થવાની પણ વાત કરી હતી. પોલીસના આદેશ અનુસાર યુવરાજસિંહને બપોરે 12 વાગ્યે હજાર થવાનું હતું. પણ યુવરાજ 12 વાગે હજાર થયા ન હતા. જ્યારે હવે મળતી માહિતી મુજબ યુવરાજસિહ જાડેજાની તબિયત લથડતા તેમણે પોલીસને પત્ર લખીને પોતાનો જવાબ રજૂ કરવા માટે 10 દિવસનો સમય માંગ્યો છે. યુવરાજસિંહની પત્ની દ્વારા ટ્વિટ કરીને આ બાબતે માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : COVID-19 : 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં 38 ટકાનો થયો વધારો
યુવરાજસિંહ પર ડમીકાંડમાં નામ ન લેવા માટે 45 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લાગ્યો હતો. ડમીકાંડ મામલે અત્યારસુધી પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ આ મામલે કરી રહી છે.