ભાવનગર યુનિવર્સિટીમાં પેપર લીકનો મામલો : યુવરાજસિંહ જાડેજાના ઘટસ્ફોટ બાદ લેવાયું મોટું એક્શન
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ટ્વીટ કરીને ભાવનગર યુનિવર્સિટીમાં પેપરલીક થવાનો દાવો કર્યો હતો ત્યારે હવે આ મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. અને આ મામલે યુનિવર્સિટીએ તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે.
યુવરાજસિંહે પેપર ફૂટ્યું હોવાનો કર્યો હતો દાવો
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરીને ભાવનગરમાં યુનિવર્સિટીનું બી. કોમ. સેમેસ્ટર-6નું પેપર લીક થવાનો દાવો કર્યો હતો. ત્યારે આ મામલે એક્શન લેવામાં આવ્યું છે. મામલે યુનિવર્સિટીએ તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામા આવી છે. જેમાં 2 ECના સભ્યો અને સબ રજીસ્ટ્રારનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ પરીક્ષા લેવાયેલા 14 સેન્ટર પરના CCTV ફુટેજ પણ લેવામાં આવ્યા છે.
ફાઈનાન્સ એકાઉન્ટનું પેપર લીક થયું હોવાની આશંકા
મહત્વપનું છે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરીને ભાવનગરમાં યુનિવર્સિટીનું બી. કોમ. સેમેસ્ટર-6નું પેપર લીક થવાનો આક્ષેપ કર્યો હતો.યુનિવર્સિટીનું બી. કોમ. સેમેસ્ટર-6નું ફાઈનાન્સ એકાઉન્ટનું પેપર લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.2 એપ્રિલના રોજ આ પરિક્ષા લેવામાં આવી હતી ત્યારે બપોરે પરીક્ષા 3.30 કલાકે શરૂ થઇ હતી. તે પૂર્વે 3.12 કલાકે વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયું હોવાના પૂરાવા ફરતા થયા હતા.
#MKBU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.) ની પરીક્ષા હતી જેમાં FINANCE & ACCOUNTS-XII(MANEGEMENT ACCOUNTING-||) નું પેપર હતું.
સમય -૩:૩૦ થી ૬:૦૦
જાગૃત વિદ્યાર્થી દ્વારા મળતી માહિતી પ્રમાણે પેપર શરૂ થયા #અગાઉ પેપર વિવિધ વોટ્સ એપ નંબરો ઉપર વાઇરલ હતું.
વોટ્સ એપ ઉપર જે વાઇરલ pic.twitter.com/UIt0FzR10K
— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 2, 2023
ઘટનાને પગલે તંત્ર હરકતમાં
આ મામલે યુનિવર્સિટીએ તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે.યુવરાજસિંહે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને ભાવનગરના બંને ધારાસભ્યોને પણ સમગ્ર ઘટના જણાવ્યું હતું. અને પોલીસ વિભાગમાં પણ આ અંગે જાણ કરવામાં આવી હતા. જોકે સાચી હકીકત તો તપાસના અંતે જ બહાર આવી શકે તેમ છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર-તમિલ સંગમના આયોજન માટે મુખ્યમંત્રીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક