ગુજરાતટોપ ન્યૂઝ

ભાવનગર: બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, સ્કૂલોમાં સ્થળાંતર માટે વ્યવસ્થા

Text To Speech
  • દરિયા કિનારેના લોકો માટે સ્થળાંતરની કરાઈ વ્યવસ્થા
  • ઘોઘા અને કોળિયાકના દરિયા કિનારેના લોકોને સાવચેત રહેવાની સલાહ
  • કોળિયાકમાં 2 સ્કૂલોમાં સ્થળાંતર માટે વ્યવસ્થા

ભાવનગરમાં બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થયુ છે. જેમાં સ્કૂલોમાં સ્થળાંતર માટે વ્યવસ્થા કરાઇ છે. જેમાં દરિયા કિનારેના લોકો માટે સ્થળાંતરની વ્યવસ્થા કરાઈ છે. તેમાં ઘોઘા અને કોળિયાકના દરિયા કિનારેના લોકો માટે કોળિયાકમાં 2 સ્કૂલોમાં સ્થળાંતર માટે વ્યવસ્થા કરાઇ છે.

ઘોઘામાં પણ 2 સ્કૂલોમાં સ્થળાંતર માટે વ્યવસ્થા કરાઇ

ઘોઘામાં પણ 2 સ્કૂલોમાં સ્થળાંતર માટે વ્યવસ્થા કરાઇ છે. બિપોરજોય વાવાઝોડાને લઈ ઘોઘા અને કોળિયાકના દરિયા કિનારે વસતા લોકો માટે સ્થળાંતરની વ્યવસ્થા કરવામાં આવી છે. કોળિયાક ગ્રામ પંચાયત દ્વારા 2 સ્કૂલમાં લોકોને સ્થળાંતર કરવા માટે વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત ઘોઘામાં પણ સ્થળાંતર માટે કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા તેમજ મચ્છીવાડા પ્રાથમિક શાળામાં સ્થળાંતર માટે કરવા માટે વ્યવસ્થા આવી છે. દરિયા કિનારે વસતા લોકોને 24 કલાક દરિયા કિનારેથી દુર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.

છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

આજે એટલે 12મી તારીખે, વીજળી અને સપાટીના પવન સાથે હળવાથી મધ્યમ વાવાઝોડુ 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પ્રદેશ અને દમણ, દાદરા નગર હવેલીમાં, ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ; સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં અને ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

દીવમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના

આજે પવનની ચેતવણી જોઇએ તો, ગુજરાત પ્રદેશ અને દમણ, દાદરા નગર હવેલીમાં 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર સપાટીના પવનો તમામ જિલ્લાઓમાં પ્રવર્તે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

Back to top button