ભાવનગર : ડમી કાંડ મામલે જિલ્લા શિક્ષણાધિકારી એક્શનમાં, વધુ એક શિક્ષક સામે કડક કાર્યવાહી
- ડમી કાંડમાં ઝડપાયેલા શિક્ષક સામે કડક કાર્યવાહી
- વિપુલ તુલસીદાસ અગ્રાવતને શિક્ષકની ફરજમાંથી સસ્પેન્ડ કરાયા
- વર્ષ 2022માં ડમી ઉમેદવાર તરીકે આપી હતી પરીક્ષા
ભાવનગરના ચકચારી ડમી કાંડ મામલે શિક્ષણાધિકારી એક્શમાં જોવા મળી રહ્યા છે. ડમી કાંડમાં ઝડપાયેલ આરોપીઓ સામે હવે કડક કાર્યવાહી કરવામા આવી છે. અગાઉ ડમી કાંડમાં નામ આવતા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરતા આરોપી ઘમશ્યામ લાંઘવાને શિક્ષકની ફરજમાંથી કરાયો સસ્પેન્ડ કરી દીધો હતો. ત્યારે આજે ડમી કાંડના વધુ એક આરોપી સામે કાર્યવાહી કરવામા આવી છે.
ડમી કાંડના આરોપીને શિક્ષક ફરજ મોકુફ
ડમી કાંડ મામલે હવે શિક્ષણાધિકારી એક્શમાં જોવા મળી રહ્યા છે. અને ડમી કાંડમાં સંડોવાયેલ આરોપીઓ સામે કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે હવે આરોપી ઘનશ્યામ લાંઘવા બાદ આ કાંડના વધુ એક આરોપી સામે કાર્યવાહી કરવામા આવી છે. ડમી ઉમેદવાર કાંડમાં ઝડપાયેલા શિક્ષક વિપુલ તુલસીદાસ અગ્રાવતને શિક્ષકની ફરજમાંથી સસ્પેન્ડ કરવામા આવ્યો છે. આ વિપુલ અગ્રાવત તળાજા કેન્દ્રવર્તી શાળા નંબર એકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.
2022માં ડમી ઉમેદવાર તરીકે આપી હતી પરીક્ષા
ઉલ્લેખનીય છે કે આરોપી વિપુલ અગ્રાવતે વર્ષ 2022માં રાજકોટ ખાતે MPHWની પરીક્ષામાં નિલેશ ઘનશ્યામ જાની નામના શખ્સની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. આ મામલે તેની ધરપકડ થતા તેની સામે પગલા તેના તેને શિક્ષક પદેથ હટાવી દેવામા આવ્યા છે.
આ પણ વાંચો : કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી, ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ક્યારે આપશે સરકાર ?