ગુજરાત

ભાવનગર એસ ટી ડિવિઝન નિયામક અશોક પરમાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Text To Speech

ભાવનગર એસટી ડિવિઝન નિયામક અશોક કે. પરમાર એસીબીમાં ઝડપાયા છે. ખાનગી ટ્રાવેલ્સ ને ફાયદો પહોંચાડવાના હેતુથી તેઓએ લાંચ માગી હતી. જેને પગલે ફરિયાદ થતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને નિયામક અશોક પરમાર લાંચ લેતા પકડાઈ ગયા. એસીબીએ હાલ તેમની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

અધિકારી અશોક પરમાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

અશોકભાઈ કેશવલાલ પરમાર એસ ટી ડિવિઝનમાં નિયામક તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા તે દરમિયાન રાજ ટ્રાવેલ્સના સંચાલક પાસેથી તેઓએ લાંચ રૂપે 50 હજારની માંગણી કરી હતી. ભાવનગરથી મહુવા રૂટ ઉપર તેમજ પાલીતાણા રૂટ ઉપર જે ખાનગી વાહનોના સંચાલકોને બસો આ રૂટો ઉપર ચલાવવી હોય તો એસ ટી વિભાગ તેમને કોઈ કનડગત ના કરે તે માટે આ લાંચની માંગણી કરવામાં આવી હતી.જેને પગલે સંચાલકે ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી જેને પગલે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં નિયામક અશોક પરમાર રંગેહાથે લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.પોલીસે હાલ તો લાલચુ નિયામકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

 

Back to top button