ભાવનગર : મુસાફરોથી ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી, 10થી વધુ લોકો ઘાયલ
રાજ્યમાં અવાર નવાર અક્સમાતની ઘટનાઓ સામે આવી રહી છે. આજે સવારે સુરત શહેરમાં ઇસ્કોન બ્રીજ જેવી ભયંકર ઘટના સામે આવી હતી. જેમાં કાપોદ્રા વિસ્તારમાં સ્વીફટ કાર ચાલકે છ બાઈક સવાર ને હડફેટે લીધા હતા. ત્યારે રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરમાં શહેરમાં પણ મોડી રાત્રે ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં લક્ઝરી બસ પલટી જતાં 10થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાવનગરમાં ખાનગી લક્ઝરી બસ પલટી મારતા 10 ઈજાગ્રસ્ત
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરમાં રાત્રે ખાનગી લક્ઝરી બસ પલટી જતા અક્સમાત સર્જાયો છે. આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાની વિગતો સામે આવી છે. અકસ્માતની આ ઘટના ઉમરાળાના પરવાળા ગામ પાસે બની હતી. સંતભૂમિ નામની ખાનગી લક્ઝરી બસ પલટી મારી ગઇ હતી. બસ ગારિયાધારથી સુરત જઈ રહી હતી આ દરમિયાન બસને અકસ્માત નડ્યો હતો.
આ પણ વાંચો : breaking news : ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનમાં ફાયરિંગ, પોલીસકર્મી સહિત 4 લોકોના મોત
ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા
આ અકસ્માતમાં ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી હોવાની ચર્ચાઈ રહ્યું છે. ખાનગી લકઝરી બસ પલટી જતાં 10થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા છે. અક્સમાતની ઘટનાને પગલે આસપાસના લોકો અહીં આવી પહોંચ્યા હતા. અને બસમાંથી મુસાફરોને બહાર કાઢવામા આવ્યા હતા. ઘટનાને પગલે અહીં લોકોનું ટોળું એકઠું થઈ ગયું છે. મુસાફરોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ટીંબી હોસ્પિટલ અને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ પણ વ્યક્તિના મોતના અહેવાલ સામે આવ્યા નથી.
આ પણ વાંચો : અમદાવાદના નવા પોલીસ કમિશનર જી એસ મલિક આજે સંભાળશે ચાર્જ