કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ભાવનગર પોલીસે એક મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો, મુદ્દામાલ સાથે ચાર માણસોની ધરપકડ

ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડે એક મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. અને પોલીસે આરોપીઓ પાસેથી રૂ.20,000ના મુદ્દામાલ સાથે ચાર માણસોને ઝડપી પાડ્યા છે.

ભાવનગર પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં. આ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે પીપળીયા પુલ, કોળીયાક જવાના રસ્તે ચાર માણસો આવતાં-જતાં માણસોને ગાડીના ટાયર, બેટરી, એલ.ઈ.ડી સ્ક્રીન વેચાણ કરવા માટે પુછપરછ કરે છે. આ બતમીને આધારે માહિતીવાળી જગ્યાએ પોલીસની ટીમ પહોંચી હતી અને આ વ્યક્તિઓ પાસે રહેલા વસ્તુઓના આધાર પુરાવા માંગતા તેઓની પાસે આધાર-પુરાવા કે બીલ માંગતા નહિ હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી પોલીસને આ મુદ્દામાલ કયાંકથી ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાયું જેથી આ મુદ્દામાલને પોલીસે શંકાસ્પદ મિલ્કત તરીકે કબ્જે કરી આ ચારેય માણસોની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં આ વ્યક્તિઓએ સાથે મળી આજથી આશરે એકાદ મહિના પહેલાં ઘોઘા રોડ ઉપર જુના રતનપર ગામના પુલ પાસે સફેદ કલરની ઇકો તથા ફોર વ્હીલ કારનું એક્સીડન્ટ થયેલ. જે ઇકો કાર તથા બીજી કારમાંથી વહેલી સવારના સાડા ચારેક વાગ્યે ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી. જે અંગે રેકર્ડ પર ખરાઇ કરાઇ કરતા આ મામલે ઘોઘા પો.સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોવાનું જાણવા મળ્યુ હતુ જેથી ક્રાઈમ બ્રાન્ચે આ મામલે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ થવા માટે ઘોઘા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

ભાવનગર પોલીસ (-humdekhengenews

પકડાયેલ માણસો

1. અજયભાઇ મંગાભાઇ જહમોરીયા ઉ.વ.19 ધંધો-મજુરી રહે.જુના રતનપર, દેવીપૂજક વાસ, તા.જી.ભાવનગર
2. વિપુલભાઇ ઉર્ફે ટકી ગોરધનભાઇ કંટારીયા ઉ.વ.23ધંધો-વેપાર રહે.જુના રતનપર,તા.જી.ભાવનગર
3. કૌશિકભાઇ ઉર્ફે ગોલુ જીણાભાઇ ચૌહાણ ઉ.વ.18 ધંધો-હીરા ઘસવાનો રહે.હાલ- રૂમ નં.205, ગોકુલધામ સોસાયટી, ડી-માર્ટ મોલની સામે, ટોપ-થ્રી સર્કલ પાસે, ભાવનગર મુળ-કેસરીયા,તા.ઉના, જી.ગીર સોમનાથ
4. કલ્પેશભાઇ ધીરૂભાઇ માયડા ઉ.વ.22 ધંધો-છુટક મજુરી રહે.હાલ-પારૂલ સોસાયટી, દેવાયતભાઇના મકાનમાં, ઘોઘારોડ, ફાતીમા સ્કુલની પાછળ, ભાવનગર મુળ-ખદરપર તા.તળાજા, જી.ભાવનગર

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ

ગાડીના ટાયર, બેટરી, ફોર વ્હીલ ગાડીની એલ.ઇ.ડી. સ્ક્રીન, ત્રણ મોબાઈલ સહિત કુલ રૂ.20,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ

I/C પોલીસ ઇન્સ. બી.એચ. શીંગરખીયા, પો.સબ ઇન્સ. કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ ડાભી, અરવિંદભાઈ મકવાણા, મજીદભાઈ સમા, પિનાકભાઈ બારૈયા

 આ પણ વાંચો : ગુજરાતની લોકસભા સીટો પર આમ આદમી પાર્ટી કઈ રણનીતિ સાથે ઉતરશે ? 

Back to top button