કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગહેલ્થ

ભાવનગર નજીક બોટાદમાં લઠ્ઠાકાંડ ! આઠના મોત !

Text To Speech
ભાવનગર નજીક બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. જેમાં ઝેરી દારૂ પીવાના કારણે અત્યારસુધીમાં આઠ લોકો મોતને ભેટી ચૂકયાનું બિનસત્તાવાર સામે આવી રહ્યું છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ સંખ્યા 15 સુધી જઈ શકે તેમ છે. આ ઘટનાને પગલે રાજ્યસરકાર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
રોજિંદ ગામના લોકોએ નભોઈ ગામે દારૂ પીધો હતો
પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મૃતકો અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયેલી વ્યક્તિઓ બરવાળા તાલુકાના નભોઇમાં દેશી દારૂના અડ્ડાથી દારૂ પીને આવ્યા હતા. જેમાં તેમને દારૂ મેળવવામાં આવેલા કોઇ ઝેરી કેમિકલની અસર થઇ હોવાની શક્યતા છે. હાલ ધંધુકામાં બે વ્યક્તિના મરણ થતા તેમના પોસ્ટમોર્ટમ કરાવીને રિપોર્ટને આધારે મૃત્યુ સાચુ કારણ જાણી શકાશે તો ધંધુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ અસારવા સિવિલ લઇ જવાયા છે તો બીજી તરફ ૧૫ જેટલા લોકોને બોટાદની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાંથી મોટાભાગના લોકોની તબિયત લથડતા વધુ સારવાર માટે ભાવનગર મોકલાયા હતા. આ સાથે ભાવનગર રેંજ આઇજી, બોટાદ એસપી તેમજ અન્ય અધિકારીઓ રોજિંદ ગામ ખાતે પહોંચ્યા છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્ર રોજિદ પહોંચ્યું
સ્થિતિને કાબૂમાં લેવા અને જરૂરી મદદ તાત્કાલિક પહોંચાડવા માટે રોજિંદ ગામે પોલીસ પણ સ્ટેન્ડ બાય કરાઈ છે. આ સંભવિત લઠ્ઠાકાંડની જાણ થતા જ રેન્જ આઇજી પણ હોસ્પિટલમાં પહોંચ્યા છે. આ સિવાય નાયબ કલેકટર, પ્રાંત અધિકારી અને મામલતદાર રોજિદ ગામની મુલાકાતે પહોંચ્યા છે. બોટાદ એસપીની સૂચના બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાંથી મેડીકલ ટીમ આઇસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ રવાના થઈ હતી.
SITની રચના, દારૂ બનાવનાર-વેચનારની ધરપકડ
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 8 લોકોનાં મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. આ ચકચારી બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.
Back to top button