ગુજરાતટોપ ન્યૂઝ

ભાવનગર મહાનગપાલિકા એક જ દિવસમાં 6 કરોડની આવક થઇ

Text To Speech
  • મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિબેટ યોજના ચાલુ
  • ભાવનગર યુનિવર્સીટીએ એક સાથે રૂપિયા 4.25 કરોડ ભર્યા
  • શહેરના 2981 કરદાતાઓ દ્વારા રૂપિયા 6,02,51,600 વેરો ભરપાઈ કર્યો

ભાવનગર મહાનગપાલિકા એક જ દિવસમાં 6 કરોડની આવક થઇ છે. જેમાં મિલકત કર ઉપર 10 + 2 ટકા રિબેટથી મનપાની તિજોરીમાં રૂ. 42.71 કરોડ ઠલવાયા છે. તેમજ રિબેટ યોજનાના લીધે ચાલુ મહિનામાં 70220 કરદાતાએ વેરો ભર્યો છે. તેમજ ભાવનગર યુનિવર્સીટીએ એક સાથે રૂપિયા 4.25 કરોડ ભર્યા છે.

આ પણ વાંચો: આસ્થાનું ઘોડાપુર: નર્મદા પરિક્રમા માટે 20 લાખ જેટલા ભાવિકો ઉમટયા

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિબેટ યોજના ચાલુ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિબેટ યોજના ચાલુ છે. જેમાં શહેરના 2981 કરદાતાઓ દ્વારા રૂપિયા 6,02,51,600 વેરો ભરપાઈ કર્યો હતો તેમજ ચાલુ એપ્રિલ મહિનામાં આજ દિન સુધીમાં કુલ 70220 કરદાતાઓ દ્વારા કુલ રૂપિયા 42,70,88,452 વેરો મહાપાલિકાની તિજોરીમાં જમા થયો છે. જેની સામે ભાવનગર મહાનગપાલિકા દ્વારા કરદાતાઓ રૂપિયા 2,79,45,700 રીબેટનો લાભ લીધો હતો. જેમાં ખાસ કરીને ભાવનગર યુનિવર્સિટીએ એક સાથે રૂપિયા 4.25 કરોડ ભર્યા હતા.

આ પણ વાંચો: અટલ ભૂજલ યોજનાના કરોડોના વિવાદી ટેન્ડરમાં કુંવરજી બાવળિયાએ આપ્યા આદેશ 

દૈનિક આવકનો આંકડો એકાએક રૂપિયા 6 કરોડને પાર

હાલમાં ઘરવેરાની કાર્પેટ એરિયા કરપદ્ધતિમાં નાણાકીય વર્ષ 2023-24 ની રિબેટ-યોજના ચાલુ છે, જેમાં શહેરનાં કરદાતાઓ ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ બંને ઝોનલ કચેરીઓ ( પૂર્વ તથા પશ્ચિમ) ખાતે તથા કોટક મહિન્દ્રા બેંક (વાઘાવાડી અને લોખંડ બજાર શાખા), IDBI બેંક (વાઘાવાડી શાખા), છ બેંક (વાઘાવાડી શાખા), ફ્ડરલ બેંક (વાઘાવાડી શાખા) અને ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www. bmcgujarat.com। પર તેમજ એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશન મારફ્ત બહોળા પ્રમાણમાં ઓનલાઈન વેરો ભરી ચાલુ વર્ષના સામાન્ય કર અને સફાઈકરમાં 12 અને રોકડ રકમ ભર્યેથી 10% સુધીનો રીબેટનો લાભ મેળવી રહ્યા છે. ભાવનગર યુનિવર્સીટીના લેણા પેટે એક સાથે રૂપિયા 4.25 કરોડ ભરપાઈ કરવામાં આવતા દૈનિક આવકનો આંકડો એકાએક રૂપિયા 6 કરોડને પાર કરી ગયો હતો.

Back to top button