ભાવનગર LCBએ ચોરી કરેલાં 2 સ્કૂટર સાથે રૂપિયા 35,000નો મુદ્દામાલ કબ્જે કર્યો, એકની ધરપકડ
ભાવનગરઃ લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ તથા પેરોલફર્લો સ્કવોડની સંયુક્ત ટીમે પાલીતાણામા પેટ્રોલિંગ દરમ્યાન 2 ચોરાવ સ્કૂટર સાથે તળેટી રોડપર રહેતા વાહન ચોરને ઝડપી બે સ્કૂટર ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ તથા પેરોલફર્લો સ્કવોડ પાલીતાણા તાલુકામાં પેટ્રોલીંગમા હોય એ દરમિયાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, એક શખ્સ તળેટી રોડપરથી ચોરાવ સ્કૂટર સાથે પસાર થવાનો છે. જે હકીકત આધારે ટીમ વોચમા હોય એ દરમિયાન એક શખ્સ શંકાસ્પદ હાલતમાં સ્કૂટર સાથે પસાર થતાં તેને અટકાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેને નામ-સરનામું તથા સ્કૂટરના દસ્તાવેજ-કાગળો તપાસ માટે માંગતા અટક કરેલ શખ્સે પોતાનું નામ પ્રકાશ ભીખા વાઘેલા ઉ.વ.21 રહે. ખોડિયારવાળો ગાળો તળેટી રોડ પાલીતાણા વાળો હોવાનું જણાવ્યું હતું. તથા તેના કબ્જામાં રહેલ સ્કૂટર અંગે કોઈ દસ્તાવેજ કે આધાર-પુરાવો રજૂ ન કરી શકતાં તેને પોલીસ મથકે લાવી આગવી ઢબે પુછપરછ કરતાં આ સ્કૂટર તથા અન્ય એક સ્કૂટર ચોરી-અગર છળકપટ થી મેળવ્યાનુ ખુલવા પામતા પોલીસે બંને સ્કૂટર કિંમત રૂ.35,000 ના મુદ્દામાલ સાથે આરોપ પ્રકાશની ધડપકડ કરી મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ પાલીતાણા ટાઉન પોલીસને સોંપી હતી.